Get The App

પાકિસ્તાનમાં મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન મોટો બ્લાસ્ટ, 5ના મોત અનેક લોકો ઘાયલ

Updated: Mar 21st, 2025


Google News
Google News
પાકિસ્તાનમાં મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન મોટો બ્લાસ્ટ, 5ના મોત અનેક લોકો ઘાયલ 1 - image
Image Twitter 

Blast in Mosque  Peshawar, Pakistan: પાકિસ્તાનના પેશાવરમાં જુમ્માની નમાઝ દરમિયાન એક મોટો બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ કિસ્સાખાની બજારની જામા મસ્જિદમાં થયો હતો. જેમાં ઘણા લોકોના મોત થયા હોવાના સમાચાર છે. આ બ્લાસ્ટ એવા સમયે થયો જ્યારે  મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરી રહ્યા હતા. માહિતી પ્રમાણે આ બોમ્બ વિસ્ફોટમાં 5 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 30 લોકો ઘાયલ થયાના સમાચાર છે. 

આ પણ વાંચો : કેનેડામાં ભારતીય મૂળના સાંસદને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ બોલવું ભારે પડ્યું, ચૂંટણીમાંથી પત્તું કપાયું

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

હાલમાં સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને રાહત -બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પેશાવર આ પહેલા પણ આતંકી હુમલોના શિકાર બન્યું છે. પોલીસ આ મામલે હાલમાં તપાસ કરી રહી છે. 

આ પણ વાંચો: 23 વર્ષની વયે જ નિવૃત્ત, હવે લાઈફ ટાઇમ મળશે પેન્શન, જાણો આ રશિયન યુવકની સફળતા વિશે

ફેબ્રુઆરીમાં આતંકવાદી હુમલાઓમાં 73 ટકાનો વધારો: રિપોર્ટ

પાકિસ્તાનમાં આતંકવાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં મોટા પ્રમાણમાં વધી રહી છે. હાલમાં જ જારી કરાયેલા એક રિપોર્ટ પ્રમાણે ફેબ્રુઆરીમાં આતંકવાદી હુમલાઓમાં 73 ટકાનો વધારો થયો છે. આ હુમલાઓમાં સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર બલુચિસ્તાન રહ્યો છે કે જ્યાં આતંકવાદની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં બનેલી જ બલુચિસ્તાનમાં ઝાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેકની ઘટના કરતાં પણ આ સ્થિતિને ખતરનાક બનાવી દીધી છે. 

Tags :