ગાઝા મુદ્દે પાકિસ્તાનના બેવડા ધોરણ, પેલેસ્ટાઈન માટે ડોનેશન નહીં સ્વીકારવા બેન્કોને આદેશ

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
ગાઝા મુદ્દે પાકિસ્તાનના બેવડા ધોરણ, પેલેસ્ટાઈન માટે ડોનેશન નહીં સ્વીકારવા બેન્કોને આદેશ 1 - image

image : twitter

ઈસ્લામાબાદ,તા.8 નવેમ્બર 2023,બુધવાર

ઈઝરાયેલ અને હમાસના જંગમાં પેલેસ્ટાઈનની તરફેણ કરવામાં પણ પાકિસ્તાનના બેવડા ધોરણો સપાટી પર આવ્યા છે. 

જેમ કે પાકિસ્તાનમાં લોકો પેલેસ્ટાઈન અને હમાસની તરફેણમાં દેખાવો કરી રહ્યા છે અને રેલીઓ કાઢી રહ્યા છે. પાકિસ્તાનના લોકો ગાઝા પટ્ટીમાં રહેનારાઓની મદદ માટે આગળ આવી રહ્યા છે ત્યારે પાકિસ્તાની સરકાર નથી ઈચ્છી રહી કે પાકિસ્તાનની મદદ ગાઝા સુધી પહોંચે. 

પાકિસ્તાની સરકારે બેન્કોને પેલેસ્ટાઈન માટેનુ કોઈ પણ પ્રકારનુ ડોનેશન નહીં સ્વીકારવા માટે આદેશ કર્યો છે. પાકિસ્તાનના પત્રકાર વકાસે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની અલ્ફલાહ બેન્કનો એક પરિપત્ર શેર કર્યો છે. જેમાં કહેવાયુ છે કે, પાકિસ્તાનની કોઈ બેન્કમાં તમે પેલેસ્ટાઈનને મદદ કરવા માટે પૈસા આપી શકો તેમ નથી. કારણકે સરકારે બેન્કોને આ માટે ડોનેશન નહીં સ્વીકારવા માટે આદેશ કર્યો છે. 

આ પત્રકારનુ કહેવુ છે કે, આ પહેલા પણ પાકિસ્તાનની સરકારે પેલેસ્ટાઈનના સમર્થનમાં દેખાવો કરી રહેલા લોકો સામે કાર્યવાહી કરી હતી. પેલેસ્ટાઈનના સમર્થનમાં ટ્વિટ કરનાર એક ક્રિકેટરને પણ સરકારે ટ્વિટ ડિલિટ કરવાની ફરજ પાડી હતી. 

હમાસ સાથે ઈઝરાયેલા જંગ બાદ પાકિસ્તાની સરકારનુ વલણ આશ્ચર્યજનક રહ્યુ છે. પહેલેથી ઈઝરાયેલનો વિરોધ કરતા આવેલા પાકિસ્તાને આ વખતે ગોળ ગોળ પ્રકારના નિવેદન આપ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોથી તો આ મુદ્દે પાકિસ્તાની સરકાર બિલકુલ ચૂપ છે. લોકોને પાક સરકારનુ વલણ હેરાન કરી રહ્યુ છે. 



Google NewsGoogle News