Get The App

અડધી રાતે પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર રોકેટથી હુમલો, ત્રણ કલાક ચાલ્યો ગોળીબાર

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
અડધી રાતે પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર રોકેટથી હુમલો, ત્રણ કલાક ચાલ્યો ગોળીબાર 1 - image


Pakistan-Afghanistan Conflict: પાકિસ્તાની સેનાએ ફરી એકવાર રાતના અંધારામાં અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો, જેનાથી બંને દેશો વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. રાત્રે આશરે દોઢ વાગ્યે પાકિસ્તાની સેના દ્વારા ડૂરંડ લાઇન પાસે ખોશ્ત પ્રાંતના અલી શેર જિલ્લામાં હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ તાલિબાનના ઠેકાણાઓ પર રોકેટથી હુમલો કર્યો હતો. જેનો તાલિબાની સેનાએ પણ ભારે હથિયારો સાથે વળતો જવાબ આપ્યો હતો. બંને સેનાઓ વચ્ચે સવારે 5 વાગ્યાથી આ ઘર્ષણ શરુ થયું હતું. આ હુમલાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો સુરક્ષિત વિસ્તારમાં જતા રહ્યા હતા. જોકે, હજુ સુધી બંને સેનામાંથી કોઈએ પણ જાનહાનિની જાણકારી આપી નથી.

પહેલાં પણ થયા હતા હુમલા

આ પહેલાં પણ પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના ચાર વિસ્તારમાં હવાઈ હુમલા કર્યા હતા, જેમાં આશરે 50 લોકોના મોત થયા હતા. પાકિસ્તાનનો દાવો હતો કે, મોતને ભેટલા લોકો ટીટીપી(તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન)ના આતંકવાદી હતા. આ આતંકવાદીઓ પાકિસ્તાન પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. જેના જવાબમાં તાલિબાની સેનાએ પણ પાકિસ્તાની પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો. જેમાં તાલિબાનનો દાવો છે કે, તેઓએ 18 પાકિસ્તાની સૈનિકોને ઠાર કરી દીધા અને અનેક પોલીસ સ્ટેશન કબ્જે કર્યા છે. 

આ પણ વાંચોઃ ભારતમાં થશે ટ્રમ્પ અને પુતિનની મુલાકાત! રશિયા-યુક્રેન વચ્ચે સીઝફાયર મુદ્દે થશે વાત: રિપોર્ટ

ટીટીપીએ શેર કર્યો વીડિયો

ટીટીપીએ પાકિસ્તાની પોલીસ સ્ટેશન પર કબ્જો કરવાના વીડિયોને શેર કર્યો હતો. વળી, પાકિસ્તાની સેનાએ તેના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તેઓએ રાજકીય કારણોસર પોલીસ સ્ટેશન ખાલી કર્યા હતા. 

આ પણ વાંચોઃ વિયેતનામ-ફિલિપાઈન્સ બાદ મોટો મુસ્લિમ દેશ ભારત પાસેથી ખરીદશે બ્રહ્મોસ મિસાઇલનો જથ્થો

બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતી

પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે હુમલા અને જવાબી કાર્યવાહીથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે. તાલિબાને પણ સ્પષ્ટ કરી દીધું કે, તે ડૂરંડ લાઇનને સીમા રેખાના રૂપે માન્યતા નથી આપતું, જેને અંગ્રેજોએ બનાવી હતી.



Google NewsGoogle News