કંગાળ પાકિસ્તાનની કિસ્મત ચમકી! દરિયાઈ વિસ્તારમાંથી મળ્યો ‘કાળા સોના’નો ભંડાર

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
Pakistan


Pakistan Crude Oil And Gas News : પાકિસ્તાને દરિયાઈ વિસ્તારમાં ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસનો વિશાળ ભંડાર શોધી કાઢ્યો છે. ત્રણ વર્ષના સર્વેક્ષણ બાદ મળી આવેલા આ ભંડારને વિશ્વનું ચોથું સૌથી મોટું ઓઈલ અને ગેસ ક્ષેત્ર ગણાવવામાં આવી રહ્યું છે. ક્રૂડ ઓઈલને 'કાળા સોના' પણ કહેવામાં આવે છે. પાકિસ્તાન પર આસમાની મોંઘવારી અને દેવાની કટોકટીનો બોજો છે. તેવામાં ચીન જેવા મિત્ર દેશોની મદદ છતાં તેની સમસ્યાઓ ઓછી થઈ રહી નથી. જેમાં આર્થિક સંકટ વચ્ચે રાજકીય અસ્થિરતા પણ એક મોટો મુદ્દો છે. ચારે બાજુથી સમસ્યાઓથી ઘેરાયેલું પાકિસ્તાન દરરોજ આતંકવાદનો સામનો કરી રહ્યું છે.

આ પણ વાંચો : કચ્છના નખત્રાણા બાદ હવે માંડવી પોર્ટમાં ગણેશભક્તો પર પથ્થરમારો, તોફાનીઓ ફરાર, પોલીસ કાફલો ખડકાયો

ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરના પૂર્વ સદસ્યે શું કહ્યું?

મળતી માહિતી પ્રમાણે, આ ભંડાર મળ્યા બાદ પાકિસ્તાન માટે આશાનું કિરણ જાગ્યું છે અને ભવિષ્યમાં તેને આર્થિક સંકટમાં ઘણી રાહત મળી શકે છે. પાકિસ્તાનના ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરના પૂર્વ સદસ્યે કહ્યું કે, 'આ ક્રૂડ ઓઈલ અને ગેસ રિઝર્વના આકાર અને તેના રિકવરી રેટ પર નિર્ભર કરે છે. જો આ ગેસ રિઝર્વ થશે તો અમે કુદરતી ગેસ આયાત કરવાનું બંધ કરીશું અને જો આ ક્રૂડ ઓઈલ રિઝર્વ રહેશે તો અમે આયાતી ઓઈલને બદલે તેનો ઉપયોગ કરીશું.'

પાકિસ્તાન ઊર્જા જરૂરિયાતો આયાત પર નિર્ભર

પાકિસ્તાન તેની ઊર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર રહે છે. વર્ષ 2023માં પાકિસ્તાને 17.5 અબજ ડોલરની ઊર્જાની આયાત કરી હતી. જ્યારે આગામી 7 વર્ષમાં પાકિસ્તાનનું ઊર્જા આયાત બિલ બમણું થઈને 31 અબજ ડોલર થઈ જશે. પાકિસ્તાન તેની જરૂરિયાતનો 29% ગેસ, 85% ક્રૂડ ઓઈલ, 20% કોલસો અને 50% LPG આયાત કરે છે.

આ પણ વાંચો : પાટણની સરસ્વતી નદીમાં બાળકને બચાવવા પરિવારના છ લોકો કૂદ્યા, ચારના મોત, ગણેશ વિસર્જન વખતે સર્જાયેલી દુર્ઘટના

પાકિસ્તાનનું સપનુ એટલી જલ્દી પૂરું થાય એમ નથી

પાકિસ્તાનના ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરના પૂર્વ સદસ્યે કહ્યું કે, 'પાકિસ્તાન નવા રિઝર્વ મળવાથી ભલે ઉત્સાહિત છે, પરંતુ તેની આગળનો રસ્તો એટલો આસાન નથી. આમ પાકિસ્તાનનું સપનુ એટલી જલ્દી પૂરું થાય એમ નથી. રિઝર્વ મળી ગયું છે, પરંતુ ડ્રિલિંગની પ્રક્રિયા અને ક્રૂડ ઓર અને ગેસ નીકાળી તેમાંથી આવક મેળવવાનો માર્ગ ઘણો મુશ્કેલ છે.'

નિષ્ણાતોએ શું કહ્યું?

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, 'ખાલી ઓઈલ અને ગેસના ભંડાર શોધવા માટે 5 અબજ ડોલરના જંગી રોકાણની જરૂર છે.જેમાં સમુદ્રમાંથી ઓઈલ કે ગેસ કાઢવામાં 4-5 વર્ષનો સમય લાગશે. તમામ બાબતો જોતા સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનને નવી શોધથી તાત્કાલિક કોઈ રાહત મળે તેમ નથી. ઘણી વખત, આ ભંડારમાંથી ઓઈલ કાઢવું ખૂબ જ જટિલ અને તેની કિંમત વધુ હોવાથી નફો ઓછો રહે છે.

કંગાળ પાકિસ્તાનની કિસ્મત ચમકી! દરિયાઈ વિસ્તારમાંથી મળ્યો ‘કાળા સોના’નો ભંડાર 2 - image


Google NewsGoogle News