પાકિસ્તાનના સૌથી મોટા ન્યૂક્લિયર પ્લાન્ટની નજીક બ્લાસ્ટ, આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનના સૌથી મોટા ન્યૂક્લિયર પ્લાન્ટની નજીક બ્લાસ્ટ, આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો 1 - image


Pakistan nuclear facility blast : ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ યુનિટમાં વિસ્ફોટના સમાચાર મળી રહ્યા છે. આ  ઘટના પાકિસ્તાનના પંજાબના ડેરા ગાઝી ખાન જિલ્લામાં બની હતી. એવી વાત પણ સામે આવી રહી છે કે 2012થી તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન (TTP) આ પરમાણુ એકમ પર હુમલાની અનેક ધમકીઓ આપી ચૂક્યું છે. તો માનવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટ પાછળ તેનો હાથ હોય શકે છે.

શનિવારે બલૂચિસ્તાનમાં બે આત્મઘાતી હુમલા થયા

પાકિસ્તાનમાં શનિવારે બલૂચિસ્તાનમાં બે આત્મઘાતી હુમલા થયા હતા અને તેમાં 65 લોકોના મોત થયા હતા. આત્મઘાતી હુમલાવરે પહેલા મસ્તુંગ જિલ્લામાં એક મસ્જિદ પાસે ઈદના જુલૂસ નિમિત્તે ભેગા થયેલા લોકો વચ્ચે વિસ્ફોટ કર્યો હતો.

70 લોકો મોતને ભેટયા

અન્ય એક હુમલો ખૈબર પખ્તૂનખ્વાના હંગુ શહેરમાં એક  મસ્જિદમાં થયો હતો. કુલ મળીને 70 લોકો તેમાં મોતને ભેટયા હતા. હજી સુધી આ હુમલામાં કયા સંગઠનનો હાથ હતો તે શોધવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાને રાબેતા મુજબ ભારત પર આ વિસ્ફોટો બદલ દોષનો ટોપલો ઢોળી દીધો છે. પાકિસ્તાનના ગૃહ મંત્રીએ ભારતની જાસૂસી સંસ્થા રોને આ વિસ્ફોટો માટે જવાબદાર ઠેરવી છે. તેમણે દાવો કર્યો હતો કે, ભારતની જાસૂસી સંસ્થા રોનો વિસ્ફોટોમાં હાથ છે. પાકિસ્તાનની તમામ એજન્સીઓ આ વિસ્ફોટોમાં સામેલ તત્વો સામે સંયુક્ત રીતે લડાઈ લડશે.


Google NewsGoogle News