Get The App

2025માં પાકિસ્તાનની યુએન સુરક્ષા પરિષદમાં થશે એન્ટ્રી, જાણો ભારત પર કેવી અસર થશે

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
2025માં પાકિસ્તાનની યુએન સુરક્ષા પરિષદમાં થશે એન્ટ્રી, જાણો ભારત પર કેવી અસર થશે 1 - image
Image  Twitter 

Pakistan is now a member of the UNSC: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં અસ્થાયી સભ્ય તરીકે હવે પાકિસ્તાન પણ જોડાઈ રહ્યું છે. તેથી હવે પાકિસ્તાને આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવાના મામલે એક પ્રકારનો વીટો પાવર મળી જશે, જેને તે અત્યાર સુધી આશ્રય આપી રહ્યું છે. જૂનમાં બિન સ્થાયી સભ્ય તરીકે ચૂંટાયા પછી પાકિસ્તાન સુરક્ષા પરિષદમાં એશિયા પેસિફિક દેશોની બે બેઠકોમાંથી એક પર જાપાનનું સ્થાન લેશે અને બે વર્ષ સુધી આ બેઠક પર રહેશે.

આ પણ વાંચો: સત્તા સંભાળ્યા પહેલા ટ્રમ્પને મોટો ઝટકો: યૌન શોષણ કેસમાં કોર્ટનો ચુકાદો, આપવા પડશે 5 મિલિયન ડોલર

બેઇજિંગ પર નહીં રહે કોઈ નિર્ભરતા

ઈસ્લામાબાદને હવે  26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર જેવા આતંકવાદીઓની સુરક્ષા માટે ઇસ્લામિક સ્ટેટ અને અલકાયદા પ્રતિબંધ સમિતિમાં બેઇજિંગ પર નિર્ભર નહીં રહેવું પડે. જે આ બંને સંગઠનો સાથે સંકળાયેલ વ્યક્તિઓ અને સમૂહોને આતંકવાદી તરીકે નિયુક્ત કરે છે અને તેના પર પ્રતિબંધ લગાવે છે. 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં માત્ર સ્થાયી સભ્યો પાસે વીટો પાવર હશે, પરંતુ બિન સ્થાયી સભ્યો પાસે 'આતંકવાદ માટે પ્રતિબંધ સમિતિઓ'માં પણ એક પ્રકારનો વીટો પાવર હોય છે, કારણ કે તેઓ સ્વીકૃત માપદંડો હેઠળ સામાન્ય સર્વસંમતિથી કાર્ય કરે છે. જો કે, સર્વસંમતિ પ્રક્રિયા દ્વારા મંજૂર કરાયેલ વર્ચ્યુઅલ વીટોની નિંદા કરવામાં આવી છે. 'ઇસ્લામિક સ્ટેટ અલ કાયદા પ્રતિબંધ પેનલ'ના પૂર્વ પ્રમુખ ન્યુઝીલૅન્ડે તેને 'સમિતિની અસરકારકતા માટે સૌથી મોટો અવરોધ' બતાવી છે. 

ભારતે પારદર્શિતાની માંગ કરી

ભારતે પ્રતિબંધ સમિતિઓની કાર્ય પદ્ધતિને ભૂમિગત કરાર આપ્યો છે, જે કાયદાના આધાર વગર અસ્પષ્ટ પ્રથાઓ પર આધારિત છે. આ સાથે તેમાં પારર્દશિતાની માંગણી કરવામાં આવી છે. જેથી નિર્ણયોના તર્કસંગતતા અને તે કેવી રીતે લેવામાં આવે છે તે સ્પષ્ટ થઈ શકે.

કાશ્મીર મુદ્દો ઉઠાવવા માટે મળશે પ્લેટફોર્મ

UNSCમાં સામેલ થવાના કારણે હવે પાકિસ્તાનને સુરક્ષા પરિષદમાં કાશ્મીર અભિયાનને વધુ જોરદાર રીતે ઉઠાવવાનું એક મંચ મળશે. આ એક એવો મુદ્દો છે, જે ચર્ચાના વિષયને ધ્યાનમાં લીધા વિના નિયમિતપણે ઉઠાવે છે અને ભારત પર તીક્ષ્ણ હુમલા કરે છે. જો કે, આ સતત પબ્લિસિટી સ્ટંટ રહેશે, કારણ કે પાકિસ્તાનનો અવાજ એક એવો અવાજ છે જે સુનસામમાં ગુંજે છે. ઈસ્લામાબાદ કાશ્મીરને પેલેસ્ટાઈનની સમસ્યા સાથે જોડવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ અન્ય કોઈ દેશને પોતાની સાથે ન જોડી શક્યું.

આ પણ વાંચો: પાકિસ્તાન સાથે તકરાર થતાં અફઘાનિસ્તાન ભારતના પગલે ચાલ્યું, યુદ્ધના એંધાણ

ભારત વિરુદ્ધ પ્રચાર કરી શકે છે

પાકિસ્તાન જુલાઈમાં સુરક્ષા પરિષદનું પ્રમુખપદ સંભાળશે. ત્યારે તે પોતાની પસંદગીના વિષયો પર ઓછામાં ઓછા  બે 'સિગ્નેચર ઈવેન્ટ્સ'નું આયોજન કરી શકે છે. જેમાં ઉચ્ચ સ્તરીય ભાગીદારીમાં પોતાના અને આમંત્રિત સભ્યો સામેલ થશે. ભલે એ સીધી રીતે 'ભારત વિરોધી' પ્રચારનો શો ન કરે, પરંતુ તે એવો કોઈ વિષય ઉઠાવી શકે છે, જેનો ઉપયોગ તે ભારત અને કાશ્મીર માટે પ્રચાર ફેલાવવા માટે કરી શકે છે.

જાપાનના હટી જવાની સાથે સાથે ધ્રુવીકૃત પરિષદના સંતુલનમાં સૂક્ષ્મ ફેરફાર આવ્યો છે, જ્યાં ચીન, રશિયા અને પાકિસ્તાનની ત્રિપુટી સંખ્યાબંધ મુદ્દાઓ પર ઉભરી આવશે. અન્ય એશિયન સભ્ય દક્ષિણ કોરિયા છે, જે જાપાનની જેમ પશ્ચિમનો સમર્થક છે. 


Google NewsGoogle News