Get The App

કરાચી એરપોર્ટ પર આત્મઘાતી હુમલો, ચીનના 2 નાગરિકોનાં મોત, જાણો કોણે જવાબદારી સ્વીકારી?

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
કરાચી એરપોર્ટ પર આત્મઘાતી હુમલો, ચીનના 2 નાગરિકોનાં મોત, જાણો કોણે જવાબદારી સ્વીકારી? 1 - image


Pakistan Karachi attack | પાકિસ્તાનના કરાચી એરપોર્ટ નજીક રવિવારે રાત્રે એક મોટો હુમલો કરાયો. અહીં પોર્ટ કાસિમ ઈલેક્ટ્રિક પાવર કંપની (પ્રાઈવેટ) લિમિટેડના ચીનના કર્મચારીઓને લઈ જતા કાફલા પર હુમલો થતાં બે ચીની નાગરિકોના મૃત્યુથી હડકંપ મચી ગયો છે. આ સાથે અનેક પાકિસ્તાની નાગરિકો પણ ઘાયલ થયા હતા. 

ચીનના દૂતાવાસે નિવેદન જાહેર કર્યું 

ચીનના દૂતાવાસના નિવેદન અનુસાર પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ જનરલે હુમલાની સખત નિંદા કરી હતી અને બંને દેશોના નિર્દોષ પીડિતો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો અને તેમના પરિવારો પ્રત્યે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. બીજી બાજુ ચીન તરફથી આ મામલે તાત્કાલિક તપાસ અને કાર્યવાહીની માગ સાથે ગુનેગારોને સખત સજા તથા પાકિસ્તાનમાં ચીની નાગરિકો, સંસ્થાઓ અને પ્રોજેક્ટ્સની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાની માગ કરવામાં આવી હતી. 

10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત, કોણે કર્યો હુમલો?  

અહેવાલ અનુસાર આ બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ બાદ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. લગભગ તો આખા શહેરના રહેવાસીઓએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. વિસ્ફોટ સ્થળની નજીકમાં રસ્તા પર ભીષણ આગના દૃશ્યો દેખાયા હતા. પાકિસ્તાની ભાગલાવાદી આતંકવાદી જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) મજીદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. 

કરાચી એરપોર્ટ પર આત્મઘાતી હુમલો, ચીનના 2 નાગરિકોનાં મોત, જાણો કોણે જવાબદારી સ્વીકારી? 2 - image




Google NewsGoogle News