ખાન સરે પાકિસ્તાનના નક્શાની તુલના કૂતરા સાથે કરી, કહ્યું - 'કૂતરો તોય વફાદાર પણ...'
Pakistan Map is like a Dog: સોશિયલ મીડિયા પર પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા ખાન સરે એક પોડકાસ્ટ દરમિયાન પાકિસ્તાનના નકશાની તુલના કૂતરા સાથે કરી હતી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, ભારતનો પાડોશી દેશ કૂતરા કરતા પણ ખરાબ છે, કૂતરો હજુ પણ વફાદાર છે, પણ પાકિસ્તાન નહીં. રાજ શમાણી સાથેના પોડકાસ્ટ દરમિયાન તેમણે વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પોડકાસ્ટમાં તેમણે ચીન અને પાકિસ્તાન સાથે ભારતના સંબંધો વિશે પણ વાત કરી હતી.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં ફરી 5.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, કાશ્મીર સુધી આફ્ટર શૉક અનુભવાયા
કૂતરો હજુ પણ વફાદાર છે, પણ પાકિસ્તાન નહીં
ખાન સરને તેમના એક જૂના વીડિયો વિશે પૂછવામાં આવ્યું હતું, જેમાં તેમણે પાકિસ્તાનના નકશાની સરખામણી કૂતરા સાથે કરી હતી. ખાન સરે કહ્યું કે, બંને એકસરખાં દેખાય છે. કૂતરો હજુ પણ વફાદાર છે, પણ પાકિસ્તાન પર વિશ્વાસ કરી શકાય નહીં. ખાન સરે એમ પણ કહ્યું કે, આ કૂતરાનું અપમાન છે, કારણ કે તે એક વફાદાર પ્રાણી છે.
આ પણ વાંચો : અમેરિકામાં વિઝા રદ થનારા વિદ્યાર્થીઓમાં 50% તો ભારતીય, બીજા ક્રમે ચીનના વિદ્યાર્થીઓ
'પાકિસ્તાન ડૂબતું જહાજ છે, હું તેને સંપૂર્ણપણે ડૂબાડી દઈશ'
ખાન સરને પૂછવામાં આવ્યું કે, 'જો તમને પાકિસ્તાનના વડાપ્રધાન બનાવવામાં આવે તો તમે શું કરશો? તેના જવાબમાં તેમણે કહ્યું કે, પાકિસ્તાન એક ડૂબતું જહાજ છે. હું તેને સંપૂર્ણપણે ડૂબાડી દઈશ. પાકિસ્તાનને સીધું કરવાનો બીજો કોઈ રસ્તો નથી. આ એક એવો દેશ છે જે ક્યારેય સાચો ન હોઈ શકે.