Get The App

પાકિસ્તાનમાં જયપુર જેવી ઘટના : LPG ટેન્કરમાં ભયંકર બ્લાસ્ટ, 6ના મોત, 31થી વધુ ઈજાગ્રસ્ત

Updated: Jan 27th, 2025


Google News
Google News
પાકિસ્તાનમાં જયપુર જેવી ઘટના : LPG ટેન્કરમાં ભયંકર બ્લાસ્ટ, 6ના મોત, 31થી વધુ ઈજાગ્રસ્ત 1 - image


LPG Gas Tanker blast in Pakisthan: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક LPG ભરેલા એક ટેન્કરમાં થયેલા વિસ્ફોટના કારણે એક સગીર બાળકી સહિત છ લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ અંગે સોમવારે માહિતી આપતાં કહ્યું હતું કે, આ ઘટનામાં છ લોકોના મોત થયા છે જ્યારે 31 લોકો ઘાયલ થયા છે. બચાવ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ભયાનક ઘટના મુલતાનના હમીદપુર કનૌરા વિસ્તારના ઔદ્યોગિક વિસ્તારમાં બની હતી.

આ પણ વાંચો : બસ એક ગોળીની જરૂર છે...' ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપનારો પોલીસના સકંજામાં

રહેણાંક વિસ્તારોમાં પડ્યો કાટમાળ

મીડિયા રિપોર્ટ પ્રમાણે સોમવારે ટેન્કરમાં વિસ્ફોટ થતાંની સાથે જ ભીષણ આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટ પછી ટેન્કરનો કાટમાળ નજીકના રહેણાંક વિસ્તારોમાં પડ્યો, જેના કારણે ભારે નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે પછી તરત જ આગ લાગી ગઈ હતી. આ આગને કાબુમાં લેવા માટે 10 થી વધુ ફાયર એન્જિન અને ફોમ આધારિત સાધનોનો ઉપયોગ કરીને કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.

પાકિસ્તાનમાં જયપુર જેવી ઘટના : LPG ટેન્કરમાં ભયંકર બ્લાસ્ટ, 6ના મોત, 31થી વધુ ઈજાગ્રસ્ત 2 - image

20થી વધુ મકાન નાશ પામ્યા

પ્રાથમિક અહેવાલ પ્રમાણે હાલમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, પરંતુ એક ઘરમાંથી વધુ એક લાશ મળી આવતા મૃત્યુઆંક વધીને છ થઈ ગયો. મૃતકોમાં એક સગીર બાળકી અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે વિસ્ફોટ સ્થળની આસપાસ આવેલા લગભગ 20 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે 70 વધુ મકાનોને થોડુ ગણું નુકસાન થયું છે. આ ઉપરાંત વિસ્ફોટમાં પાલતુ પ્રાણીઓ પણ માર્યા ગયા છે.

આ વિસ્તારમાં વીજળી અને ગેસ સેવા બંધ કરાઈ

પોલીસે જણાવ્યું કે, અત્યારે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં અહીં વીજળી અને ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી કરીને કોઈ મોટી હોનારત ન સર્જાય.  

આ પણ વાંચો : ચીને શિકારીનો જ શિકાર કરે તેવું હથિયાર તૈયાર કર્યું, સમુદ્રના ઊંડાણથી આકાશમાં પ્રહાર કરવા સક્ષમ

ગેરકાયદેસર રીતે ગોડાઉનમાં  LPG રિફિલિંગ કરાતું હતું

પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે, આ સ્થળ ગેરકાયદેસર LPG રિફિલિંગ ગોડાઉન તરીકે ઓળખાયું હતું અને રિફિલિંગ દરમિયાન વિસ્ફોટ થયો હતો. મોટા ગેસ ટેન્કરોમાંથી નાના ટેન્કરો અને કોમર્શિયલ સિલિન્ડરોમાં ગેસ ભરવામાં આવી રહ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે મોટા ગેસ ટેન્કરમાં કથિત રીતે દાણચોરી કરીને લાવેલા LPG ભરેલા હતા. વિસ્ફોટમાં વેરહાઉસમાં હાજર પાંચ નાના-મોટા ગેસ ટેન્કર નાશ પામ્યા હતા.

Tags :
LPG-Gas-Tanker-blastPakisthanlahoreBlast

Google News
Google News