લ્યો... મુખ્યમંત્રી જ થઈ ગયા ગુમ! પરિવાર પણ ચિંતામાં ગરકાવ, પાકિસ્તાનના આ રાજ્યની ઘટના
CM Disappearance In Pakistan: પાકિસ્તાનના મુખ્યમંત્રીના અચાનક ગુમ થયાના સમાચારો વહેતા થયા છે. પાકિસ્તાનના ખૈબર-પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરના અચાનક ગુમ થયા છે. આ મામલે ગૃહમંત્રી મોહસીન નકવીએ કહ્યું કે, 'મુખ્યમંત્રીને કોઈ કસ્ટડીમાં રાખવામાં આવ્યા નથી.' અલી અમીન ગંડાપુર શનિવારે (પાંચમી ઓક્ટોબર) સાંજે તેમના નિવાસસ્થાન કેપી હાઉસમાંથી ગુમ થઈ ગયા હતા. મુખ્યમંત્રી ક્યાં છે તેની કોઈ માહિતી નથી.
પાકિસ્તાનના ગૃહમંત્રીએ શું કહ્યું?
પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ કહ્યું, 'હું પુષ્ટિ કરી શકું છું કે તે કોઈ સરકારી સંસ્થાની કસ્ટડીમાં નથી. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે અને તે કોઈ અજાણી જગ્યાએ છુપાયેલો છે. તેમની પાસે કેપી હાઉસમાંથી ભાગી જવાના વિઝન છે.'
આ પણ વાંચો: ચીનને મિત્ર ગણતાં માલદીવના રાષ્ટ્રપતિના સુર બદલાયા, ભારત આવીને આર્થિક મદદ માગી
મુખ્યમંત્રીના ગુમ થવા પર સરકાર જવાબદાર
ખૈબર-પખ્તુનખ્વા સરકારના પ્રવક્તા મોહમ્મદ અલી સૈફે કહ્યું કે, 'રાજ્ય સરકાર કે મુખ્યમંત્રીના પરિવારના સભ્યોને મુખ્યમંત્રી વિશે કોઈ માહિતી નથી. હવે આ મામલે કોર્ટનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.'મુખ્યમંત્રીના ભાઈ ફૈઝલ અમીન ગંડાપુરે જણાવ્યું હતું કે, 'શનિવાર રાતથી અલી અમીન ગંડાપુરનો સંપર્ક કરી શક્યા નથી.' જો કે, મુખ્યમંત્રીના માહિતી સલાહકાર બેરિસ્ટર સૈફે કહ્યું હતું કે, 'અલી અમીન ગંડાપુરના ગુમ થવા માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે.'
પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો હતો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થનમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનનું નેતૃત્વ સીએમ અલી અમીન ગંડાપુરે કર્યું હતું. પરંતુ અચાનક તેના ગુમ થવાના સમાચાર સામે આવ્યા. પાર્ટીએ તેમની ધરપકડનો આરોપ કેન્દ્ર સરકાર પર લગાવ્યો છે.