પાકિસ્તાનનો હમાસ 'પ્રેમ', કાશ્મીરનો રાગ આલાપ્યો, ગાઝાની દયનીય હાલત માટે વિકસિત દેશોને જવાબદાર ગણાવ્યાં

JUI-Fના પ્રમુખ મૌલવી ફઝલ ઉર રહેમાન હનાયાને મળવા કતાર પહોંચ્યા

ગાઝાના લોકો સાથે દર્શાવી એકજૂટતા, કાશ્મીરનો મુદ્દો પણ ઊઠાવ્યો

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનનો હમાસ 'પ્રેમ', કાશ્મીરનો રાગ આલાપ્યો, ગાઝાની દયનીય હાલત માટે વિકસિત દેશોને જવાબદાર ગણાવ્યાં 1 - image

image : Twitter



Pakistan JUI-F Chief Meet Hamas Leader: ઈઝરાયલ અને હમાસ (Israel vs Hamas war) વચ્ચે જારી યુદ્ધ વચ્ચે પાકિસ્તાનને હમાસ પ્રેમ ઉભરી આવ્યો. પાકિસ્તાનની ધાર્મિક પાર્ટી જમિયત ઉલેમા એ ઈસ્લામ પાકિસ્તાન (JUI-F) ના પ્રમુખ મૌલવી ફઝલ ઉર રહેમાને કતારમાં આતંકી સંગઠન હમાસના સર્વોચ્ચ લીડર ઈસ્માઈલ હનાયા અને ખાલિદ મશાલ સાથે મુલાકાત કરી હતી. 

હમાસ સાથેની બેઠકમાં કાશ્મીરનો રાગ આલાપ્યો 

JUI-F એ એક નિવેદનમાં જણાવ્યું કે ફઝલ ઉર રહેમાને ગાઝાના લોકો સાથે એકજૂટતા બતાવી હતી. આ ઉપરાંત હમાસના નેતાએ કાશ્મીર મુદ્દે પણ નિશાન તાકવાનો પ્રયાસ કર્યો હતો. હમાસના નેતાએ કહ્યું કે પેલેસ્ટાઇન અને કાશ્મીરમાં અન્યાય એ દેશોના ચહેરા પર એક તમાચો છે જે માનવાધિકારોના ઉલ્લંઘન માટે બીજા દેશોની ટીકા કરે છે. 

ગાઝામાં મૃતકાંક 10 હજારને વટાવી ગયો 

અહેવાલ અનુસાર JUI-Fના પ્રમુખ શનિવારે કતાર પહોંચ્યા હતા. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે બંને નેતાઓ વચ્ચે મુલાકાત એવા સમયે થઇ હતી જ્યારે ઈઝરાયલી ફાઈટર જેટ સતત ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કરી રહ્યા છે. 7 ઓક્ટોબરથી આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 4800થી વધુ બાળકો સહિત આશરે 10 હજારથી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. 

JUI-Fના પ્રમુખે વિકસિત દેશો સામે તાક્યું નિશાન 

JUI-F પ્રમુખ મૌલવી ફઝલ ઉર રહેમાને હમાસના નેતા સાથે વાતચીત દરમિયાન વિકસિત દેશોને ગાઝાની વર્તમાન સ્થિતિ માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે વિકસિત દેશોના હાથ ગાઝાના નિર્દોષ બાળકો અને મહિલાઓના લોહીથી રંગાયેલા છે. પેલેસ્ટાઈન ન ફક્ત પોતાની જમીન માટે લડી રહ્યું છે પણ મુસ્લિમ ઉમ્મત તરફથી પ્રથમ કાબાની આઝાદી માટે લડીને પોતાની ફરજનું પાલન કરી રહ્યું છે. JUI-F અનુસાર હમાસના નેતા હનાયાએ કહ્યું કે ઈઝરાયલી અત્યાચારો વિરુદ્ધ એકજૂટ જવું મુસ્લિમ ઉમ્મતની ફરજ હતી. 

પાકિસ્તાનનો હમાસ 'પ્રેમ', કાશ્મીરનો રાગ આલાપ્યો, ગાઝાની દયનીય હાલત માટે વિકસિત દેશોને જવાબદાર ગણાવ્યાં 2 - image


Google NewsGoogle News