'પાકિસ્તાન ટેવાઈ ગયું છે, ધ્યાન જ ભટકાવવાના પ્રયાસ કરે છે...' યુએનમાં ફરી ભારતે ઉધડો લઈ નાખ્યો

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
'પાકિસ્તાન ટેવાઈ ગયું છે, ધ્યાન જ ભટકાવવાના પ્રયાસ કરે છે...' યુએનમાં ફરી ભારતે ઉધડો લઈ નાખ્યો 1 - image


Image: Facebook

United Nations: પાકિસ્તાન તરફથી યુએનમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યાં બાદ ભારતે પાડોશી દેશની ટીકા કરી છે. ભારતે જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનની પાયાવિહોણી ટિપ્પણીઓની નિંદા કરી છે. ભારતે પાકિસ્તાન દ્વારા કાશ્મીર પર કરવામાં આવેલા નિવેદનોને રાજકારણથી પ્રેરિત અને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારતે પાકિસ્તાન પર નિશાન સાધતાં કહ્યું કે આ તેમના પોતાના દેશમાં બાળકો વિરુદ્ધ જારી ગંભીર ઉલ્લંઘનોથી ધ્યાન ભટકાવવાનો વધુ એક પ્રયત્ન છે.

યુએનમાં બાળકો અને સશસ્ત્ર સંઘર્ષ પર ચર્ચા દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ પ્રતિનિધિ આર રવીન્દ્રએ બુધવારે કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અને અલગ-અલગ ભાગ છે.

તમામ પાયાવિહોણી ટિપ્પણીઓને સંપૂર્ણપણે ફગાવું છું

ચર્ચા દરમિયાન પોતાની ટિપ્પણી પૂર્ણ કર્યા પહેલા આર. રવીન્દ્રએ કહ્યું કે હું સમયની બચવ માટે તે ટિપ્પણીઓ પર સંક્ષેપમાં પ્રતિક્રિયા આપવા ઈચ્છું છું જે સ્પષ્ટરીતે રાજકારણથી પ્રેરિત અને નિરાધાર છે, જે મારા દેશ વિરુદ્ધ એક પ્રતિનિધિ દ્વારા કરવામાં આવી છે. હું આ નિરાધાર ટિપ્પણીઓને સંપૂર્ણપણે ફગાવું છું અને તેમની નિંદા કરું છું. તેમણે આગળ કહ્યું, આ કંઈ બીજું નહીં પરંતુ બાળકો વિરુદ્ધ ગંભીર ઉલ્લંઘનોથી ધ્યાન ભટકાવવાનો વધુ એક પ્રયત્ન છે, જે તેમના પોતાના દેશમાં બેરોકટોક જારી છે, જેમ કે બાળકો અને સશસ્ત્ર સંઘર્ષ પર આ વર્ષના મહાસચિવના રિપોર્ટમાં ઉજાગર કરવામાં આવ્યો છે. જ્યાં સુધી કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સવાલ છે, તે ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે. ભલે આ વિશેષ પ્રતિનિધિ કે તેમનો દેશ કંઈ પણ માનતો કે ઈચ્છતો હોય.


Google NewsGoogle News