પાકિસ્તાનમાં હજી સુધીમાં આવેલા ભૂકંપો પૈકી સૌથી પ્રચંડ ભૂકંપ થવાની આગાહી

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનમાં હજી સુધીમાં આવેલા ભૂકંપો પૈકી સૌથી પ્રચંડ ભૂકંપ થવાની આગાહી 1 - image


- ડચ વિજ્ઞાનીના આ દાવાથી સમગ્ર દેશમાં વ્યાપેલો ભારે હડકંપ, જો કે, કરાચી સ્થિત નેશનલ સુનામી સેન્ટરે તે દાવો ફગાવી દીધો છે

નવી દિલ્હી : પાકિસ્તાનમાં પ્રચંડ ભૂકંપ આવવાની સંભાવના છે. એક ડચ વિજ્ઞાનીએ કરેલા આ દાવાથી સમગ્ર દેશમાં હડકંપની સ્થિતિ વ્યાપી રહી છે. ડચ રિસર્ચર ફ્રેન્ક હુગરબીટરે સોશ્યલ મીડીયા પર આ દાવો પોસ્ટ કરતાં જણાવ્યું છે કે, પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં હવામાનમાં જે ઘણા ચઢાવ- ઉતાર આવ્યા છે. જે આગામી ભૂકંપનો સંકેત આપે છે. આ સાથે પાકિસ્તાનમાં ડરનો માહોલ વ્યાપી રહ્યો છે. જો કે, કરાચી સ્થિત નેશનલ સુનામી સેન્ટરે તે દાવો ફગાવી દીધો છે.

નેધરલેન્ડ સ્થિત સોવર સીસ્ટીમ જીયોમેટ્રિક સર્વે (એસએચજીઈએસ)ના આ વિજ્ઞાનીએ થોડી સાવધાની રાખતાં કહ્યું છે કે, અમે હવામાનમાં થતા ફેરફારો ઉપર નજર રાખી રહ્યા છીએ, તેમાં પાકિસ્તાનના કેટલાક વિસ્તારો પણ સામેલ છે. તે આગામી તીવ્ર આંચકાઓનો સંકેત આપે છે. આવું મોરોક્કોના મામલામાં બન્યું હતું. છતાં અમે તે અંગે કશું નિશ્ચિતરૂપે તો કહી ન શકીએ. તેમ પણ ડચ વિજ્ઞાની હુગર બીટસે સ્પષ્ટતા કરી હતી.

આ વિજ્ઞાનીએ ગ્રહોની સ્થિતિ જોઈ તૂર્કી અને સીરીયામાં ભૂકંપની આગાહી કરી હતી. જે સાચી પડી હતી તે પણ અત્રે ઉલ્લેખનીય છે.

આ સામે કરાચી સ્થિત નેશનલ સુનામી સેન્ટરના ડાયરેકટર અમીર હૈદર લધારીએ આ આશંકાઓને રદીયો આપતાં કહ્યું છે કે, ભૂકંપના સમય અને સ્થાન વિષે આગાહી કરવી અસંભવ સમાન છે. ધી એક્સપ્રેસ ટ્રિબ્યુનનો રીપોર્ટ માનીએ તો લાધારીએ તેમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન નીચે રહેલી બે ટેકટોનિક પ્લેટોની સીમા રેખા નીચે કોઈપણ બિંદુએ ભૂકંપ આવી શકે છે. તેની આગાહી કરવી અસંભવ સમાન છે.


Google NewsGoogle News