પાકિસ્તાન પર વિશ્વાસ નથી : આતંકી હુમલાની તપાસ ચીન જ કરશે : તેના અધિકારીઓ પાકિસ્તાન પહોંચ્યા
- પાકિસ્તાનની વિશ્વભરમાં ફજેતી થઈ રહી છે
- પ્રતિબંધિત ટીટીપી અને બી એલ એ સાથે સંલગ્ન : આતંકીઓ વિદેશી નાગરિકો પર હુમલા કરે છે : ત્રણ પરિયોજનાઓ પર ચીને કામ બંધ કર્યું
ઈસ્લામાબાદ : ભીષણ આત્મઘાતી હુમલાઓની તપાસ માટે ચીની અધિકારીઓ પાકિસ્તાન પહોંચ્યા છે. પાકિસ્તાનનાં ગૃહમંત્રાલયે જ આ માહિતી આપી છે. પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં ચીનના પાંચ ઈજનેરોનાં આતંકી હુમલામાં મૃત્યુ થયાં હતા. તેની તપાસ કરવા ચીની અધિકારીઓ શુક્રવારે સાંજે પાકિસ્તાન પહોંચ્યા. આથી સાબિત થાય છે કે, ચીનને પાકિસ્તાનની તપાસ સંસ્થાઓ ઉપર વિશ્વાસ નથી.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં વિસ્ફોટક ભરેલા એક વાહન સાથે બસની ટક્કર થતાં બસમાં રહેલા પાંચ ચીની ઈજનેરોના મૃત્યુ થયાં હતાં. તેઓ દાસુ જલ વિદ્યુત પરિયોજના પર કામ કરતા હતા. આ પછી લગભગ તુર્તજ, ગૃહ પ્રધાન, મોહસીન નકવીએ ચીની દુતાવાસમાં પહોંચી ચીની તપાસ અધિકારીઓ સાથે ચર્ચા કરી, હજુ સુધી પાકિસ્તાન સરકારે તે અંગે હાથ ધરેલી તપાસ નિષ્કર્ષ પણ જણાવેલ બીજી તરફ વડા પ્રધાન, શહબાઝ શરીફે બુધવારે જ તે આતંકી હુમલાની સંયુક્ત તપાસ માટે આદેશ તો આપી જ દીધો હતો. પરંતુ તેમ લાગે છે કે, ચીની અધિકારીઓ સ્વયમે જ તપાસ કરશે તેઓ કદાચ પાકિસ્તાની અધિકારીઓનો સાથ નહીં લે.
જોકે હજી સુધી આ હુમલાની જવાબદારી કોઈ જુથે લીધી નથી. પરંતુ એક વાત ચોક્કસ બહાર આવે છે કે, તહેરિફ એ તાલિવલ એ પાકિસ્તાન (ટીટીપી) અને બલુચસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) પૈકી કોઈ આતંકી જુથનું જ આ ઘોર દુષ્કૃત્ય હશે.
તે સર્વવિદિત છે કે પાકિસ્તાનનાં વિદેશ-મંત્રાલયના પ્રવક્તા, મુમતાઝ બલૂચે ગુરુવારે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, આ પ્રકારના ઘૃણિત હુમલા આતંકવાદ સામે લડવાની પાકિસ્તાનના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. પાકિસ્તાન અને ચીન સાથે મળી આતંકવાદીઓ સામે દ્રઢતા પૂર્વક કાર્યવાહી કરશે.
જોકે આ આતંકી હુમલા પછી પાવર-કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઓફ ચાયના (પીસીસીસી) દ્વારા ખૈબર પખ્તુનવા પ્રાંતના સ્વાલી જિલ્લામાં આવેલ પાંચમી એક્સટેન્શન જલ વિદ્યુત પરિયોજના (પ્રોજેક્ટ)માં કરતા ૨૦૦૦ કામદારો છુટા બેકાર થઈ ગયા છે. તેટલું જ નહીં પરંતુ ચીની કંપનીઓએ સલામતીની ચિંતાને લીધે હવે દાસુ તથા ડાયમર લાવા બંધો પરનું કામ રોકી દીધું છે. ચીનના ૧૦૦૦ જેટલા ઈજનેરોએ પણ કામ બંધ કરી દીધું છે. ''ધ ન્યુઝ ઈન્ટરનેશનલ''ના જણાવ્યા પ્રમાણે બીજા આદેશ સુધી ઘરે રહેવા આદેશ આપી દેવાયો છે.