Get The App

ભારત સાથે વાટાઘાટો કરવા તલપાપડ થયું પાકિસ્તાન, શાહબાઝ શરીફે આપ્યા સંકેત, શું કરશે જયશંકર?

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
S Jaishankar


SCO CHG Meeting In Pakistan: પાકિસ્તાનની શાહબાજ શરીફ સરકાર ભારત સાથે સંબંધો સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, ભારત તરફથી તેને કોઈ પ્રતિસાદ મળી રહ્યો નથી. પાકિસ્તાનને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, એસસીઓ સંમેલન દરમિયાન તે ભારત સાથે દ્વિપક્ષીય બેઠક કરવા તૈયાર છે. પાકિસ્તાની વિદેશ કાર્યાલયના નિવેદન પરથી જાણવા મળ્યું છે કે, વડાપ્રધાન શાહબાઝ શરીફ ભારતના વિદેશ મંત્રી ડો. એસ જયશંકરને મળી શકે છે. જયશંકર ભારતીય પ્રતિનિધિમંડળ સાથે સંમેલનમાં સામેલ થશે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી છે કે, તે પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય બેઠક કરવાના નથી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શનિવારે એસસીઓની બેઠક અંગે નિવેદન જારી કર્યું હતું કે, વડાપ્રધાન બેઠક દરમિયાન પ્રતિનિધિમંડળના પ્રમુખો સાથે મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.  શાંઘાઈ સહયોગ સંગઠનના સભ્ય દેશોના શાસન પ્રમુખોની પરિષદની 23મી બેઠકમાં ભાગ લેવા સાત વડાપ્રધાન, એક ઉપરાષ્ટ્રપતિ અને એક વિદેશ મંત્રી આગામી સપ્તાહે ઈસ્લામાબાદ પહોંચશે.

આ પણ વાંચોઃ શું પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે ભારત? ઈસ્લામાબાદ જતાં પહેલા જયશંકરે આપ્યું મોટું નિવેદન

પાકિસ્તાન પ્રથમ વખત યજમાની કરશે

પાકિસ્તાન પ્રથમ વખત 15થી 16 ઓક્ટોબર સુધી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકની યજમાની કરવા જઈ રહ્યું છે. સીએચજી એસસીઓ બીજી ટોચની સંસ્થા છે. આ સંમેલનમાં ચીન અને રશિયાના વડાપ્રધાન, બેલારૂસ, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉજબેકિસ્તાન સહિતના દેશો સામેલ થશે.

બેઠકમાં જયશંકર પણ થશે સામેલ

એસસીઓ સંમેલનમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પણ સામેલ થશે. જેમાં મોંગોલિયાના વડાપ્રધાન અને તુર્કમેનિસ્તાનના વિદેશ મંત્રી અતિથિ વિશેષ રહેશે. અફઘાનિસ્તાન સીએચજી બેઠકમાં ભાગ લેશે નહીં, કારણ કે બેઇજિંગ સ્થિત SCO સચિવાલયે કાબુલને હાજરી આપવા માટે આમંત્રણ મોકલ્યું નથી. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન વડાપ્રધાન પ્રતિનિધિમંડળના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. પરંતુ એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે તેમાં ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથેની દ્વિપક્ષીય બેઠક પણ સામેલ છે કે નહીં. આ પહેલા ભારતના વિદેશ મંત્રી જયશંકરે આ મુલાકાત દરમિયાન પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાતચીતની શક્યતાને નકારી કાઢી હતી.

'મિત્રતા વધશે નહીં'

નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે તેમની પાકિસ્તાન મુલાકાત વિશે કહ્યું હતું કે, 'હું ત્યાં ભારત-પાકિસ્તાન સંબંધો પર ચર્ચા કરવા નથી જઈ રહ્યો. હું ત્યાં SCOનો સારો સભ્ય બનવા જઈ રહ્યો છું. પરંતુ તમે જાણો છો, હું એક નમ્ર અને શિષ્ટ વ્યક્તિ છું, તેથી હું તે મુજબ વર્તન કરીશ.

ભારત સાથે વાટાઘાટો કરવા તલપાપડ થયું પાકિસ્તાન, શાહબાઝ શરીફે આપ્યા સંકેત, શું કરશે જયશંકર? 2 - image


Google NewsGoogle News