Get The App

મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરને હાર્ટએટેક, જૈશ એ મોહમ્મદનો વડો પાકિસ્તાનમાં ભરતી

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરને હાર્ટએટેક, જૈશ એ મોહમ્મદનો વડો પાકિસ્તાનમાં ભરતી 1 - image


Masood Azhar News: ભારતના દુશ્મન મસૂદ અઝહર વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના મોસ્ટ વોન્ટેડ જૈશ આતંકી મસૂદ અઝહરને હાર્ટએટેક આવ્યો છે. હાલમાં તે અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં છુપાયેલો હતો. તે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ પણ છે. 

હાલત કેવી છે તેના વિશે અપડેટ બાકી... 

હાર્ટએટેક આવ્યા બાદ તરત જ તેને અફઘાનિસ્તાનથી પાકિસ્તાન લઈ જવામાં આવ્યો હતો. હાલમાં તેને કરાચીની સંયુક્ત સૈન્ય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. સૂત્રોનો દાવો છે કે ઇસ્લામાબાદથી કાર્ડિયોલૉજિસ્ટ પણ કરાચી પહોંચી રહ્યા છે. આતંકી મૌલાના મસૂદ અઝહરને ખોસ્ત પ્રાંતના ગોરબાઝ વિસ્તારમાંથી પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો. એવી શક્યતા છે કે તેને ટૂંક સમયમાં રાવલપિંડીની સૌથી મોટી અને સૌથી સજ્જ સૈન્ય હૉસ્પિટલમાં લઈ જવામાં આવી શકે છે. 

મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરને હાર્ટએટેક, જૈશ એ મોહમ્મદનો વડો પાકિસ્તાનમાં ભરતી 2 - image

1999માં કેમ મુક્ત કરાયો હતો? 

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક મસૂદ અઝહર ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. સપ્ટેમ્બર 2019 માં, ભારતે અઝહર અને અન્ય એક પાકિસ્તાની આતંકવાદી, લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ મુહમ્મદ સઇદને કડક આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ 'આતંકવાદી' જાહેર કર્યા હતા. ડિસેમ્બર 1999માં કાઠમંડુથી કંદહાર જતી ફ્લાઇટના હાઇજેક બાદ મુસાફરોના બદલામાં મુક્ત થયેલા આતંકવાદી મસૂદ અઝહરે ખતરનાક આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની સ્થાપના કરી હતી.

મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરને હાર્ટએટેક, જૈશ એ મોહમ્મદનો વડો પાકિસ્તાનમાં ભરતી 3 - image


Google NewsGoogle News