Get The App

પાકિસ્તાનમાં ચીનના એન્જિનિયરોના કાફલા પર આત્મઘાતી હુમલો, પાંચના ઘટના સ્થળે જ મોત

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં ચીનના એન્જિનિયરોના કાફલા પર આત્મઘાતી હુમલો, પાંચના ઘટના સ્થળે જ મોત 1 - image


Suicide Attack in Pakistan : ચીનના ખૂબ નજીકના ગણાતા દેશ પાકિસ્તાનમાં મંગળવારે ચીની નાગરિકોની સાથે એક મોટી દુર્ઘટના બની ગઈ. પાકિસ્તાનમાં આત્મઘાતી બોમ્બ હુમલામાં ચીનના પાંચ નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાની પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં મંગળવારે એક આત્મઘાતી હુમલાખોર દ્વારા ચીનના નાગરિકોના કાફલા પર હુમલો કરાયો. હુમલા દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચીનના પાંચ નાગરિકોના મોત થયા છે. હુમલામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા તેની માહિતી સામે નથી આવી.

વિસ્ફોટક ભરેલા વાહનથી મારી ટક્કર

સ્થાનિક પોલીસ અધિકારી મોહમ્મદ અલી ગુંડાપુરે જણાવ્યું કે, આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકથી ભરેલા એક વાહનથી ચીનના એન્જિનિયરોના કાફલાને ટક્કર મારી. તમામ ચીની એન્જિનિયર ઈસ્લામાબાદથી ખૈબર પખ્તુનખ્વા વિસ્તારના દાસુમાં પોતાના કેમ્પ જઈ રહ્યા હતા.

હુમલામાં એક પાકિસ્તાની ડ્રાઈવરનું પણ મોત

અલી ગંડાપુરે કહ્યું કે, હુમલામાં પાંચ ચીની નાગરિક અને તેમના પાકિસ્તાની ડ્રાઈવર માર્યા ગયા છે. તેમણે કહ્યું કે, દાસુમાં મુખ્ય ડેમ છે અને આ વિસ્તારમાં પહેલા પણ આ પ્રકારના હુમલા થઈ ચૂક્યા છે. વર્ષ 2021માં એક બસમાં થયેલા વિસ્ફોટમાં નવ ચીની નાગરિકો સહિત 13 લોકોના મોત થઈ ગયા હતા.


Google NewsGoogle News