Get The App

ઈમરાન ખાનની પાર્ટી PTIનું વિપક્ષમાં બેસવાનું એલાન, કેમ સરકાર બનાવવાની રેસમાંથી બહાર થઈ?

PTIએ ઓમર અયુબ ખાનને PM પદના ઉમેદવાર અને અસલમ ઈકબાલ પંજાબના CM તરીકે જાહેર કર્યા હતા

પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈને બહુમત મળી નથી

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
ઈમરાન ખાનની પાર્ટી PTIનું વિપક્ષમાં બેસવાનું એલાન, કેમ સરકાર બનાવવાની રેસમાંથી બહાર થઈ? 1 - image
Image : IANS

PTI out of race form to made Government : પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)એ શુક્રવારે ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી હતી. જેમાં પાર્ટીએ કહ્યું હતું કે તે નેશનલ અને પંજાબ પ્રોવિન્શિયલ એસેમ્બલી (Punjab Provincial Assembly)માં વિપક્ષમાં બેસશે. પાર્ટીના આ નિર્ણયની જાહેરાત પીટીઆઈના બેરિસ્ટર અલી સૈફે (Ali Saif) કરી છે.

અગાઉ વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી

અગાઉ એક દિવસ પહેલા પીટીઆઈએ ઓમર અયુબ ખાન (Omar Ayub Khan)ને વડાપ્રધાન પદના ઉમેદવાર અને અસલમ ઈકબાલ (Aslam Iqbal)ને પંજાબના મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા હતા. ઈસ્લામાબાદમાં કૌમી વતન પાર્ટી (Qaumi Watan Party)ની મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા સૈફે કહ્યું હતું કે પાર્ટીના સંસ્થાપક ઈમરાન ખાનની સૂચના અનુસાર પાર્ટીએ કેન્દ્ર અને પંજાબમાં વિપક્ષમાં બેસવાનો નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે 'જો પરિણામો બદલાયા ન હોત તો અમે સત્તામાં હોત.'

ચૂંટણીમાં કોઈને બહુમત મળી નથી

નોંધનીય છે કે પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી (general elections) યોજાઈ હતી, જેમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી અને ન તો છેડછાડ દ્વારા સરકાર બનાવવાનો કોઈ પ્રયાસ થઈ રહ્યો છે. પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવારોએ 92 બેઠકો જીતી હતી, જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (Muslim League-Nawaz) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (People's Party) એ અનુક્રમે 75 અને 54 બેઠકો પર જીતી હતી.

શાહબાઝ શરીફ પીએમએલ-એન તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર છે

પાકિસ્તાનમાં નવી સરકાર બનાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે. આવી સ્થિતિમાં પીએમએલ-એન પાર્ટી (PML-N)એ શાહબાઝ શરીફ (Shahbaz Sharif)ને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા છે. આ સાથે બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ સરકારની રચના માટે PML-Nને બહારથી સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ નવાઝ શરીફે તેમની પુત્રી મરિયમ નવાઝ (Maryam Nawaz)ને પંજાબના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે.

ઈમરાન ખાનની પાર્ટી PTIનું વિપક્ષમાં બેસવાનું એલાન, કેમ સરકાર બનાવવાની રેસમાંથી બહાર થઈ? 2 - image


Google NewsGoogle News