Get The App

ઈમરાન ખાનને વધુ એક ફટકો, પાર્ટીનું ચૂંટણી ચિહ્ન 'બેટ' છીનવાયું, હવે અપનાવશે આ વ્યૂહનીતિ

ઈમરાન ખાનને સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી

Updated: Jan 14th, 2024


Google NewsGoogle News
ઈમરાન ખાનને વધુ એક ફટકો, પાર્ટીનું ચૂંટણી ચિહ્ન 'બેટ' છીનવાયું, હવે અપનાવશે આ વ્યૂહનીતિ 1 - image


Pakistan and Imran Khan Party PTI News | પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈનું ચૂંટણી ચિન્હ 'બેટ' સત્તાવાર રીતે અમાન્ય જાહેર કરી દેવાયું છે. જોકે તેમ છતાં ઈમરાન ખાનને સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી છે. 

મોડી રાત્રે નિર્ણય લેવાયો 

પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) એ પેશાવર હાઈકોર્ટ (PHC)ની બે સભ્યોની બેંચના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં બુધવારે પીટીઆઈ પાર્ટીની ચૂંટણીને કાયદેસર ગણાવતા ક્રિકેટના બેટને તેના ચૂંટણી પ્રતીક તરીકે બહાલ કર્યો હતો. ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઈસા, જસ્ટિસ મુહમ્મદ અલી મઝહર અને જસ્ટિસ મુસર્રત હિલાલીની ત્રણ સભ્યોની બેંચે ECPની અરજી પર સુનાવણી કરી હતી અને પછી ચુકાદો અનામત રાખ્યો, જે શનિવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યો હતો.

ચૂંટણી પહેલા જ મહત્વનો નિર્ણય

ચૂંટણી ચિન્હ પર વિવાદ 22 ડિસેમ્બરે શરૂ થયો હતો જ્યારે ECP એ 8 ફેબ્રુઆરીની ચૂંટણી માટે આંતર-પક્ષીય ચૂંટણીઓને નકારતાં તેના ચૂંટણીચિન્હને છીનવી લીધો હતો. ત્યારબાદ પાર્ટીએ પેશાવર હાઈકોર્ટમાં અરજી કરી હતી જેણે 26 ડિસેમ્બરના રોજ વચગાળાના આદેશ દ્વારા ECPના નિર્ણયને સસ્પેન્ડ કર્યો હતો. જોકે, આ નિર્ણયને ચૂંટણી સંસ્થા દ્વારા પડકારવામાં આવ્યો હતો અને હાઇકોર્ટે 3 જાન્યુઆરીએ તેના નિર્ણયને રદ કર્યો હતો. 

ઈમરાનની પાર્ટીને નુકસાન થશે

બેટ એ પીટીઆઈનું પરંપરાગત પ્રતીક છે અને એવું માનવામાં આવે છે કે તેમની પાર્ટીને પ્રતિષ્ઠિત ચિહ્નથી વંચિત રાખવામાં આવ્યા છે. જેથી હવે તેમની પાર્ટીના ઉમેદવારોએ જુદા જુદા પ્રતીકો પર ચૂંટણી લડવી પડશે અને તેના કારણે જ ભ્રમની સ્થિતિ સર્જાશે. 

ઈમરાન ખાનને વધુ એક ફટકો, પાર્ટીનું ચૂંટણી ચિહ્ન 'બેટ' છીનવાયું, હવે અપનાવશે આ વ્યૂહનીતિ 2 - image


Google NewsGoogle News