જો બાળકોને પોલિયોની રસી ન પીવડાવી તો 1 મહિનાની જેલની સજા, આ દેશની સરકાર બનાવી રહી છે નવા નિયમ

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
જો બાળકોને પોલિયોની રસી ન પીવડાવી તો 1 મહિનાની જેલની સજા, આ દેશની સરકાર બનાવી રહી છે નવા નિયમ 1 - image

Image Source: Twitter

- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને અન્ય નિષ્ણાતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી 

નવી દિલ્હી, તા. 02 ઓક્ટોબર 2023, સોમવાર

પાકિસ્તાન વિશ્વનો એક એવો દેશ છે જ્યાં પોલિયો હજુ સુધી નાબૂદ નથી થયો. તે પણ એવા સમયે જ્યારે પોલિયો વિશ્વના લગભગ તમામ દેશોમાંથી નાબૂદ થઈ ચૂક્યો છે. પાકિસ્તાન હજુ પણ પોલિયોને નાબૂદ કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. તાજેતરના મામલે પાકિસ્તાનમાં પોલિયોને નાબૂદ કરવા માટે દાયકા જૂના અભિયાન માટે એક વિવાદાસ્પદ સ્ટ્રેટેજી બનાવી છે. જેમાં ગત મહિને સિંધ પ્રાંતમાં ત્યાંની સરકારે એક બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં કહેવામાં આવ્યું હતું કે, જો માતા-પિતા પોતાના બાળકોને પોલિયો અને અન્ય 8 બિમારીઓ વિરુદ્ધ રસી ન લગાવી તો તેમને એક મહિનાની જેલની સજા થશે.

WHO એ ચિંતા વ્યક્ત કરી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને અન્ય નિષ્ણાતોએ તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે કે અસામાન્ય રણનીતિના કારણે લોકોનો પોલિયો રસીઓ પરથી વિશ્વાસ ઘટી જશે. ખાસ કરીને એવા દેશમાં જ્યાં ઘણા લોકો પોલિયો રસી વિશેના ખોટા ષડયંત્રો પર વિશ્વાસ કરે છે અને જ્યાં ડઝનો રસીકરણ કામદારોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવે છે. આ રણનીતિથી રસીની સુરક્ષા વિશે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહેલા નિષ્ણાતો સામે આવી રહેલી સમસ્યાઓ વધી ગઈ છે.

દાવ ઉલટો પડી શકે છે

પૂર્વી ભૂમધ્ય સાગરમાં WHO ના પોલિયો ડિરેક્ટરે ચેતવણી આપી કે નવો કાયદાનો દાવ ઉલટો પડી શકે છે. ડો. હમીદ જાફરીએ કહ્યું કે, કોઈપણ સંજોગોમાં બળજબરી કરવી ઉલટી પડી શકે છે. તેમણે કહ્યું કે આરોગ્ય કર્મચારીઓ સામાન્ય રીતે રસીકરણ ન કરાવવા માટેના કારણો શોધીને લોકોની ચિંતાઓનો દૂર કરે છે. આ હેઠળ તેઓ લોકો સાથે વાત કરવા માટે વિશ્વસનીય રાજકીય અથવા ધાર્મિક નેતાને લાવે છે, અને રસી-સંકોચવાળા વિસ્તારોમાં રસીકરણ દર વધારવામાં સફળ રહ્યા છે. જાફરીએ કહ્યું કે, 'મારી પોતાની સમજણ છે કે પાકિસ્તાને જરૂર પડ્યે આ કાયદો પાછો ખેંચી લેવો જોઈએ.

1988માં પોલિયો નાબૂદ કરવાનું અભિયાન શરૂ થયુ હતું

WHO અને તેના ભાગીદારોએ 1988 માં આ રોગને નાબૂદ કરવાના પ્રયાસો શરૂ કર્યા ત્યારથી તેમણે અબજો રસીના ડોઝ આપ્યા છે. આ પ્રયાસમાં દર વર્ષે લગભગ 1 બિલિયન ડોલરનો ખર્ચ થાય છે અને મોટાભાગે રસી ભાગે રસી પ્રદાન કરનારા દેશો અને  બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સહિત ખાનગી સંસ્થાઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. બાળકોને મોઢાના ટીપાંના રૂપમાં આપવામાં આવતી રસીકરણથી પોલિયોના કેસોમાં 99% થી વધુ ઘટાડો થયો છે.



Google NewsGoogle News