Get The App

પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ હિન્દુ મહિલા ચૂંટણી લડશે, ખૈબર પખ્તુનખ્વાંના બુનેરથી ઉમેદવારી નોંધાવી

સવીરા પ્રકાશ નામની એક હિન્દુ મહિલાએ બુનેર જિલ્લામાં PK-25ની સામાન્ય બેઠક માટે સત્તાવાર રીતે પોતાનું નોમિનેશન ફાઈલ કર્યું

2024માં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ હિન્દુ મહિલા ચૂંટણી લડશે, ખૈબર પખ્તુનખ્વાંના બુનેરથી ઉમેદવારી નોંધાવી 1 - image


Hindu Woman File Nomination In Pakistan:  પાકિસ્તાનમાં પણ આવતા વર્ષે એટલે કે  2024માં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં પહેલીવાર એક હિંદુ મહિલાએ ખૈબર પખ્તુનખ્વાંના બુનેર જિલ્લાની સામાન્ય બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અહેવાલ મુજબ સવીરા પ્રકાશ નામની એક હિન્દુ મહિલાએ બુનેર જિલ્લામાં PK-25ની સામાન્ય બેઠક માટે સત્તાવાર રીતે પોતાનું નોમિનેશન ફાઈલ કર્યું હતું. 

હિન્દુ સમુદાયની પ્રથમ મહિલા 

હિંદુ સમુદાય વતી ચૂંટણી લડનાર સવીરા પ્રકાશ તેના પિતાના પગલે ચાલીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. સવીરા પ્રકાશના પિતાનું નામ ઓમપ્રકાશ છે, જેઓ નિવૃત્ત ડોક્ટર છે. તેઓ અગાઉ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સભ્ય પણ રહી ચૂક્યા છે.

સવીરા પ્રકાશ એક મેડિકલ સ્ટુડન્ટ છે 

અહેવાલ મુજબ  કૌમી વતન પાર્ટી સાથે જોડાયેલા ખૈબર પખ્તુનખ્વાંના સ્થાનિક નેતા સલીમ ખાને કહ્યું કે સવીરા પ્રકાશ બુનેરથી સામાન્ય બેઠક પર આગામી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ સબમિટ કરનાર પ્રથમ મહિલા બની ગઈ છે. સવેરા પ્રકાશે 2022માં એબોટાબાદ ઈન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) મહિલા વિંગના જનરલ સેક્રેટરી તરીકે પણ કામ કરી રહી છે. તેમણે મહિલા વિંગના મહાસચિવ તરીકે કામ કરતી વખતે જ સમાજ કલ્યાણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી ચૂકી હતી. 

પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ હિન્દુ મહિલા ચૂંટણી લડશે, ખૈબર પખ્તુનખ્વાંના બુનેરથી ઉમેદવારી નોંધાવી 2 - image



Google NewsGoogle News