Get The App

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, બંદૂકધારીઓએ 20 ખાણ શ્રમિકોને ગોળીઓથી વીંધી નાખ્યાં

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, બંદૂકધારીઓએ 20 ખાણ શ્રમિકોને ગોળીઓથી વીંધી નાખ્યાં 1 - image


Pakistan Balochistan attack News | દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં બંદૂકધારીઓએ 20 જેટલાં ખાણ શ્રમિકોની ગોળી મારી હત્યા કરતાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં સાત અન્ય લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ આ મામલે જણાવ્યું કે અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં તાજેતરના સમયમાં આ સૌથી ઘાતક હુમલો છે. આ હુમલો એવા સમયે કરાયો હતો જ્યારે આવનારા દિવસોમાં રાજધાનીમાં એક મોટી સુરક્ષા સમિટ યોજાવા જઈ રહી છે.

પોલીસ અધિકારીએ આપી માહિતી 

પોલીસ અધિકારી હમાયુ ખાન નાસિરે જણાવ્યું કે બંદૂકધારીઓએ ગુરુવારે મોડી રાત્રે ડુકી જિલ્લામાં કોલસાની ખાણ નજીક રહેતા લોકોના ઘરોને ઘેરી લીધા અને પછી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. મોટાભાગના લોકો બલૂચિસ્તાનના પશ્તુન-ભાષી વિસ્તારના હતા. મૃતકોમાંથી ત્રણ અને ઘાયલોમાં ચાર અફઘાન હતા.  

કયા આતંકી સંગઠને કર્યો હુમલો? 

આ હુમલાની તાત્કાલિક જવાબદારી કોઈએ સ્વીકારી નથી. આ એ વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં ભાગલાવાદી નેતાઓ રહે છે અને આઝાદીની માંગ કરે છે. આ લોકોનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર સ્થાનિક લોકોના ભોગે તેલ અને ખનિજથી સમૃદ્ધ બલૂચિસ્તાનનું અન્યાયી રીતે શોષણ કરી રહી છે. સોમવારે બલૂચ લિબરેશન આર્મી નામના જૂથે કહ્યું કે તેણે પાકિસ્તાનના સૌથી મોટા એરપોર્ટની બહાર ચીની નાગરિકો પર હુમલો કર્યો હતો. દેશમાં હજારો ચાઇનીઝ કામ કરે છે. 


Google NewsGoogle News