Get The App

મુસ્લિમોના પવિત્ર શહેરો મક્કા મદીનામાં 90% પોકેટમાર પાકિસ્તાની, 4000 ભિખારીને નો ફ્લાય લિસ્ટમાં નાખ્યા

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
મુસ્લિમોના પવિત્ર શહેરો મક્કા મદીનામાં 90% પોકેટમાર પાકિસ્તાની, 4000 ભિખારીને નો ફ્લાય લિસ્ટમાં નાખ્યા 1 - image


90% Pickpockets in Mecca Medina are Pakistanis: તાજેતરમાં જ પાકિસ્તાન સરકારે 4300થી વધુ ભિખારીઓને નો ફ્લાય લિસ્ટમાં મૂક્યા છે. સાઉદી અરેબિયા અને અન્ય ખાડી દેશોની ચેતવણી બાદ પાકિસ્તાને આ પગલું ભર્યું છે. હકીકતમાં આરબ દેશોએ પાકિસ્તાનને કહ્યું હતું કે, તમે પાકિસ્તાનથી એવા લોકોને અહીં ન મોકલો કે જેઓ ધાર્મિક યાત્રાના વિઝા પર આવીને અહીં ભીખ માંગે છે. આ ઉપરાંત મક્કા મસ્જિદમાંથી પકડાયેલા 90 ટકા પાકીટ પણ પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : ઈઝરાયલ વિરુદ્ધ 8 મુસ્લિમ દેશ એકજૂટ થતાં સાઉદીએ આપ્યો ઝટકો! કહ્યું - ગાઝામાં યુદ્ધ રોકાય તો...

પાકિસ્તાન સામે ચિંતા વ્યક્ત સાઉદી અરેબિયાએ કરતા કહ્યું કે, જો પાકિસ્તાન ભિખારી મોકલવાનું બંધ નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પાકિસ્તાનને UAE અને અન્ય આરબ દેશોમાંથી પણ આ પ્રકારની ફરિયાદો મળી હતી.

હજના બહાને દેશની બહાર નહીં જઈ શકે પાકિસ્તાનીઓ 

ફરિયાદો મળતા જ પાકિસ્તાને કાર્યવાહી હાથ ધરી હતી અને તેમા દેશના 4300 ભિખારીઓને એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ (ECL)માં મૂકવામાં આવ્યા હતા. એટલે કે હવે આ લોકો હજ અને ઉમરાહના બહાને દેશની બહાર નીકળી શકશે નહીં. પાકિસ્તાનના ગૃહમંત્રી એટલે કે ગૃહમંત્રી મોહસિન રઝા નકવીએ આ વાત શેર કરી છે.

આ પણ વાંચો : મસ્કને પુતિનનો જડબાતોડ જવાબ… રશિયાએ લોન્ચ કર્યું ‘સ્ટારલિંક કિલર’, યુક્રેનને થશે સૌથી વધુ નુક્સાન

મસ્જિદ પાસે 90 ટકા પોકેટમાર 

પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ કેદીઓની અદલા - બદલી વિનિમય કરારને લાગુ કરવા અને સાઉદી અરેબિયામાં 419 પાકિસ્તાની કેદીઓને પરત મોકલવા માટેની કાયદાકીય પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવા માટે પણ સંમતિ દર્શાવી હતી. તેઓએ બંને દેશોના અર્ધલશ્કરી દળો અને પોલીસની સંયુક્ત તાલીમ અંગે પણ ચર્ચા કરી. ત્યારે મક્કા મસ્જિદ નજીકથી પકડાયેલા 90 ટકા પાકીટ પાકિસ્તાની હતા. સાઉદી અરેબિયાના કાયદા મુજબ ત્યાં ભીખ માંગવી એ ગુનાની  શ્રેણીમાં આવે છે.


Google NewsGoogle News