કંગાળ પાકિસ્તાનના વડાપ્રધાને માલદીવના રાષ્ટ્રપતિને કહ્યુ કે, અમે તમારી મદદ કરીશું

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
કંગાળ પાકિસ્તાનના વડાપ્રધાને માલદીવના રાષ્ટ્રપતિને કહ્યુ કે, અમે તમારી મદદ કરીશું 1 - image

image : Socialmedia

ઈસ્લામાબાદ,તા.02 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

માલદીવના રાષ્ટ્રપતિ મહોમ્મદ મોઈજ્જૂના ભારત વિરોધી વલણના કારણે હવે પાકિસ્તાનને અચાનક આ ટચૂકડા દેશ માટે પ્રેમ ઉભરાવા માંડ્યો છે.

મોઈજ્જૂ ભારત વિરોધી નિર્ણયો લઈ રહ્યા હોવાથી ભારતમાં તેમનો વિરોધ થી રહ્યો છે.મોઈજ્જૂએ માલદીવમાં તૈનાત ભારતીય સૈનિકોને પાછા મોકલવા માટેની કવાયત તેજ કરી છે તો બીજી તરફ હવે પાકિસ્તાને માલદીવની મદદ કરવાનુ હાસ્યાસ્પદ એલાન કર્યુ છે.

આખી દુનિયા જાણે છે કે, પાકિસ્તાનની ઈકોનોમી સાવ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.પાકિસ્તાનના એક મોટા વર્ગને ખાવા માટે ફાંફા છે પણ પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન કાકરે મોઈજ્જુ સાથે  ફોન પર વાત કરીને વિકાસમાં મદદ કરવા માટે આશ્વાસન આપ્યુ છે.

જોકે સવાલ એ છે કે કંગાળ પાકિસ્તાનથી પોતાનો દેશ સંભાળાતો નથી ત્યારે તે માલદીવની મદદ કેવી રીતે કરશે...ભારતીય પર્યટકો દ્વારા માલદીવનો બોયકોટ કરવામાં આવ્યો હોવાથી માલદીવનો પર્યટન ઉદ્યોગ પ્રભાવિત થયો છે.આવામાં કંગાળ પાકિસ્તાન ભારતની ખોટ પૂરવાની વાતો કરીર હ્યુ છે.

પાકિસ્તાનના વડાપ્રધાન માલદીવના રાષ્ટ્રપતિને ભરોસો આપતા કહ્યુ હતુ કે, અમે તમને મદદ કરીશું અને બંને દેશો વચ્ચેના સબંધોને વધારે મજબૂત બનાવીશું.અમે તમારા વિકાસમાં સહાયતા કરવા માટે પણ તૈયાર છે.આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બંને દેશ સાથે મળીને કામ કરશે.

માલદીવ અને પાકિસ્તાન વચ્ચેની વધી રહેલી નિકટતા પાછળ ચીનનો હાથ પણ હોઈ શકે છે.કારણકે આ બંને દેશો સાથે ચીનના ગાઢ સબંધો છે અને હવે તો ચીનના નિકટના ગણાતા મોઈજ્જુ માલદીવમાં સત્તા પર છે.

જોકે ભારતના વિરોધ બાદ માલદીવની રાજનીતિમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે.માલદીવના વિરોધ પક્ષો મોઈજ્જુ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે.


Google NewsGoogle News