પાક.માં નેશનલ એસેમ્બલી અને ચાર પ્રાંતોની ધારાસભામાં કુલ ૨૮,૬૨૬ ઉમેદવારો
નેશનલ એસેમ્બલી અને ચાર પ્રાંતો પંજાબ, ખૈબર પુખ્તુન્વા, સિંધ, બલુચિસ્તાનની કુલ ૧૦૮૫ બેઠકો માટે ચૂંટણી
પાક.માં ૮ ફેબુ્રઆરીએ નેશનલ એસેમ્બલી,ચાર પ્રાંતોની ધારાસભાની ચૂંટણી
(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. ૨૬
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને ચાર પ્રાંતીય ધારાસભાઓની
આઠ ફેબુ્રઆરીએ થનારી ચૂંટણીમાં ૩૧૩૯ મહિલાઓ સહિત કુલ ૨૮,૬૨૬ ઉમેદવારોએ
ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યા છે.
આઠ ફેબુ્રઆરીએ નેશનલ એસેમ્બલી અને ચાર પ્રાંતીય ધારાસભાઓની
કુલ ૧૦૮૫ બેઠકો માટે ચૂંટણી યોજાશે.
૧૦૮૫ બેઠકો પૈકી નેશનલ એસેમ્બલીની ૩૩૬ બેઠકો છે. જેમાં ૨૨૬
જનરલ બેઠકો છે જ્યારે ૬૦ બેઠકો મહિલાઓ માટે અને ૧૦ નોન મુસ્લિમ માટે અનામત છે.
પ્રાંતીય ધારાસભાઓની કુલ ૭૪૯ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જે પૈકી ૫૯૩ જનરલ અને
૧૫૬ અનામત બેઠકો છે. ૧૫૬ પૈકી ૧૩૨ મહિલાઓ માટે અને ૨૪ લઘુમતીઓ માટે અનામત છે.
પંજાબ પ્રાંતની કુલ ૩૭૧ બેઠકો છે. જેમાં ૨૯૭ જનરલ, ૬૬ બેઠકો મહિલાઓ
માટે અને ૮ બેઠકો લઘુમતિ માટે અનામત છે.
સિંધ પ્રાંતની કુલ ૧૬૮ બેઠકો છે. જેમાં ૧૩૦ જનરલ, ૨૯ બેઠકો મહિલાઓ માટે
અને ૯ બેઠકો લઘુમતિ માટે અનામત છે.
ખૈબર પુખ્તુન્વાની કુલ ૧૪૫ બેઠકો છે. જેમાં ૧૧૫ જનરલ, ૨૬ બેઠકો મહિલાઓ
માટે અને ચાર બેઠકો લઘુમતિ માટે અનામત છે.
બલુચિસ્તાન પ્રાંતની કુલ ૬૫ બેઠકો છે. જેમાં ૫૧ જનરલ, ૧૧ બેઠકો મહિલાઓ
માટે અને ત્રણ બેઠકો લઘુમતિ માટે અનામત છે.