'રામ મંદિરની બહાર નિકળતા જ તમામ હિન્દુ બની જશે મુસ્લિમ', પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું વિવાદિત નિવેદન
મિયાંદાદનું એક જૂનું નિવેદન સોશિયલ મીડિયા પર ફરી ટ્રેન્ડમાં આવ્યું
મિયાંદાદનું આ નિવેદન વિવાદિત હોવાની સાથે જ મુર્ખતાપૂર્ણ પણ હતું
પાકિસ્તાનના કેટલાક પૂર્વ ક્રિકેટરો પોતાના વિવાદિત નિવેદનો આપવાથી થાકતા નથી. પાકિસ્તાનના ઈતિહાસમાં અનેક એવા ક્રિકેટર્સ રહ્યા છે જે વિવાદિત નિવેદન આપવાથી ક્યારેય અટક્યા નથી. જેમાં પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદનું નામ પણ સામેલ છે. મિયાંદાદે સમય-સમય પર કેટલાક વિવાદિત નિવેદન આપ્યા છે. હાલમાં જ મિયાંદાદનું એક જૂનું નિવેદન સોશિયલ મીડિયા પર ફરી ટ્રેન્ડ કરી રહ્યું છે, જેમાં મિયાંદાદે રામ મંદિર અને હિન્દુઓ પર ટિપ્પણી કરી છે. મિયાંદાદનું આ નિવેદન વિવાદિત હોવાની સાથે જ મુર્ખતાપૂર્ણ પણ હતું.
'રામ મંદિરથી બહાર નિકળતા જ તમામ હિન્દી બની જશે મુસ્લિમ'
મિયાંદાદે એક વીડિયોમાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં જનારા હિન્દુઓ પર વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, જે પણ હિન્દુ રામ મંદિરમાં જશે, તેઓ રામ મંદિરથી બહાર નિકળતા જ મુસ્લિમ બની જશે. મિયાંદાદે કહ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુબ સારું કામ કર્યું છે. તેમણે એક મસ્જિદને મંદિર બનાવી દીધું છે. તેવામાં મારું માનવું છે કે, જે પણ તે મંદિરમાં જશે તેઓ મુસ્લિમ બનીને નિકળશે, કારણ કે અમારા મૂળ હંમેશા ત્યાં રહે છે. મને ખુબ ખુશી છે કે તેમણે કંઈક ખોટું કર્યું, પરંતુ લોકો સમજી નહીં શકે કે હકિકતમાં આ સાચું છે.
મહત્વનું છે કે, અયોધ્યામાં રામ મંદિર આગામી વર્ષ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ શકે છે.
કેટલું જૂનું છે મિયાંદાદનું આ નિવેદન
મિયાંદાદનું આ નિવેદન 3 વર્ષથી પણ જૂનું છે. જોકે, 5 ઓગસ્ટ, 2020એ વડાપ્રધાન મોદીએ અધ્યામાં રામ મંદિરનું ભૂમિ-પૂજન કર્યું હતું. તેના 3 દિવસ બાદ 8 ઓગસ્ટ, 2020એ મિયાંદાદે એક વીડિયો શેર કરતા આ વિવાદિત નિવેદન આપ્યું હતું. તે સમયે મિયાંદાદના આ નિવેદનના કારણે ભારતમાં ખુબ વિવાદ પણ થયો હતો.