Get The App

પાકિસ્તાનમાં નવી સરકાર બની પરંતુ મોંઘવારીમાંથી રાહત નહી! શાકભાજી-ફળોના ભાવ આસમાને

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં નવી સરકાર બની પરંતુ મોંઘવારીમાંથી રાહત નહી! શાકભાજી-ફળોના ભાવ આસમાને 1 - image

Image:Freepik

નવી દિલ્હી,તા. 11 માર્ચ 2024, સોમવાર 

પાકિસ્તાનમાં લોકો ભૂખમરા અને મોંઘવારીનો સામનો કરી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, ઇસ્લામના પવિત્ર માસ રમઝાનની શરૂઆત પહેલા જ પાકિસ્તાનના સામાન્ય લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. આર્થિક સંકટ વચ્ચે મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. પાકિસ્તાનમાં ખાદ્ય ચીજોની કિંમતોમાં ભારે વધારો થયો છે. આવી સ્થિતિમાં લોકોએ હવે રમઝાન દરમિયાન પોતાના ખિસ્સામાંથી વધુ ખર્ચ કરવો પડશે.

ખાદ્યપદાર્થોના ભાવ આસમાને

હાલમાં જ દેશમાં નવી સરકાર બની છે, પરંતુ તેના પછી પણ સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળી રહી નથી. ભૂતકાળમાં પાકિસ્તાનમાં શાકભાજી, તેલ, ઘી, માંસ, ઈંડા, કઠોળ, ખાંડ વગેરેના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે.

પાકિસ્તાનમાં ડુંગળીના ભાવે સામાન્ય લોકોને રડવા મજબૂર કરી દીધા છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ત્યાં ડુંગળીની કિંમત 300 પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગઈ છે. બટાકાની કિંમત 50 રૂપિયાથી વધીને 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. કેપ્સિકમના ભાવ બમણા થઈ ગયા છે અને 100 રૂપિયાથી 200 રૂપિયા પ્રતિ કિલો સુધી વધી ગયા છે.

ફળોના ભાવ વધ્યા

પાકિસ્તાનમાં માત્ર શાકભાજી જ નહીં ફળોના ભાવમાં પણ જબરદસ્ત વધારો થયો છે. દેશમાં કેળાના ભાવ 200 રૂપિયા પ્રતિ ડઝન સુધી પહોંચી ગયા છે. તે જ સમયે, લીલા સફરજનની કિંમત 140 રૂપિયાથી વધીને 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તરબૂચનો ભાવ પણ રૂ.100ને બદલે રૂ.200 પ્રતિ કિલો મળે છે. રમઝાન મહિનામાં આ ફળોનો વપરાશ વધી જાય છે.

કિંમતોમાં 60 ટકાનો વધારો થઈ શકે

એક અહેવાલ મુજબ રમઝાનના પવિત્ર મહિનામાં પણ સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત મળવાની નથી. પાકિસ્તાનમાં મોંઘવારી દર લાંબા સમયથી 31.5 ટકા પર છે, જ્યારે કેટલીક વસ્તુઓની કિંમતોમાં 60 ટકા સુધીનો વધારો થયો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, હાલમાં પાકિ6સ્તાનના સામાન્ય લોકોને આ મોંઘવારીમાંથી મુક્તિ મળવાની નથી.


Google NewsGoogle News