VIDEO: હિંસા વચ્ચે પાકિસ્તાનમાં મતદાન પૂર્ણ, મતગણતરીમાં ઝરદારી-નવાઝ-બિલાવલ આગળ

આવતીકાલે 9 ફેબ્રુઆરીએ સવારે 10.00 કલાકે પરિણામ જાહેર કરાશે

શરૂઆતના વલણોમાં ગિલાની, ઝરદારી, નવાજ, મરિયમ, બિલાવલ આગળ

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
VIDEO: હિંસા વચ્ચે પાકિસ્તાનમાં મતદાન પૂર્ણ, મતગણતરીમાં ઝરદારી-નવાઝ-બિલાવલ આગળ 1 - image


Pakistan Voting Counting : વિસ્ફોટ, મારામારી, બેલેટ ચોરી સહિતની હિંસાઓ વચ્ચે પાકિસ્તાનમાં મતદાન પૂર્ણ થયું છે અને હવે મતગણતરી શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાનની જિયો ટીવીના જણાવ્યા મુજબ સાંજે 5 વાગ્યા મતદાન પૂર્ણ થયા બાદ 6 વાગે મતગણતરી શરૂ થઈ ગઈ છે. આવતીકાલે 9 ફેબ્રુઆરીએ સવારે 10.00 કલાકે પરિણામ જાહેર કરાશે.

પાકિસ્તાનના આ નેતાઓ મતગણતરીમાં આગળ

હમણાં જ મળતા અહેવાલો મુજબ શરૂઆતના વલણોમાં ભૂતપૂર્વ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાની (Yusuf Raza Gilani), આસિફ અલી ઝરદારી (Asif Ali Zardari), નવાઝ શરીફ (Nawaz Sharif), નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ (Maryam Nawaz), પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto), યુસૂફ રજા ગિલાની (Yusuf Raja Gilani), પૂર્વ વિદેશમંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફ (Khawaja Mohammad Asif) આગળ ચાલી રહ્યા છે. જ્યારે જેયુઆઈ-એફના વડા મૌલાના ફજલ-ઉર-રહેમાન, જહાંગીર તરીન ખાન પાછળ ચાલી રહ્યા છે.

ઘણા મતદાન મથકો પર હિંસા, મતપેટીની ચોરી

પાકિસ્તાન આજે ભારે હિંસા વચ્ચે મતદાન પૂર્ણ થયું તે પહેલા ઘણા મતદાન કેન્દ્રો પર વિસ્ફોટ, મારામારી, મતપેટી લઈને ભાગવાના બનાવો બન્યા હતા. બલૂચિસ્તાનના એક મતદાન કેન્દ્ર પરના અધિકારીએ એક વ્યક્તિ 900 મતપત્રો ઉઠાવીને ભાગી ગયો હોવાનો દાવો કર્યો છે. જ્યારે કરાંચીની એનએ-233 બેઠકના બે મતદાન મથકોમાં ઘૂસેલા હથિયારધારીઓએ બેલેટ બોક્સ તોડી નાખ્યા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત કરાંચીની એનએ 247 બેઠક પર બંદૂકની અણીએ પોલીસ અધિકારી પાસેથી બેલેટ પેપરના 21 બોક્સ પણ છિનવી લેવાયા હોવાની ઘટના બની છે.

મતદાન મથકમાં વિસ્ફોટ, 2 બાળકોના મોત, કરાંચીમાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

બલૂચિસ્તાનના પંજગુરમાં મતદાન મથકમાં વિસ્ફોટ થતાં બે બાળકોના મોત થયા છે, ત્યાર બાદ ત્યાં મતદાન બંધ કરી દેવાયું હતું. તેમજ કરાંચીમાં જમાત-એ-ઈસ્લામી અને એમક્યુએમના કાર્યકર્તાઓ વચ્ચે હિંસાત્મક મારામારી થતા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલો મળ્યા છે.


Google NewsGoogle News