Get The App

બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનના PM અને આસિફ અલી જરદારી બનશે રાષ્ટ્રપતિ, PPPની મોટી જાહેરાત

PPP પૂર્વ વિદેશમંત્રી બિલાવર ભુટ્ટોને PM અને જરદારીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારશે

પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષે આપી માહિતી

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
બિલાવલ ભુટ્ટો પાકિસ્તાનના PM અને આસિફ અલી જરદારી બનશે રાષ્ટ્રપતિ, PPPની મોટી જાહેરાત 1 - image

ઈસ્લામાબાદ, તા.14 નવેમ્બર-2023, ગુરુવાર

પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (PPP)એ પૂર્વ વિદેશમંત્રી બિલાવર ભુટ્ટોને વડાપ્રધાન અને જરદારીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. પીપીપીના સૂચના સચિવ ફૈસલ કરીમ કુંડીએ આજે જણાવ્યું કે, પાર્ટી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારી વડાપ્રધાન પદના ઉમેદવાર તેમજ તેમના પિતા અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની ફરી રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરવામાં આવી છે. ડૉનના અહેવાલો મુજબ જરદારી આગામી ચૂંટણી બાદ ફરી રાષ્ટ્રપતિની ભૂમિકા નિભાવશે.

અગાઉ ખુર્શીદ શાહે પોતાને PM બનાવવાની શક્યતા વ્યક્ત કરી હતી

અગાઉ કરીમ કુંડીએ સંકેત આપ્યા હતા કે, પાર્ટી દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે હજુ સુધી નામની જાહેરાત કરવામાં આવી નથી. જ્યારે કુંડીને પ્રશ્ન પૂછાયો હતો કે, શું બિલાવર ઉમેદવાર હોઈ શકે છે, તો તેમણે કહ્યું કે, બિલાવલ, ખુર્શીદ શાહ અથવા પોતે સંભવિત ઉમેદવાર હોઈ શકે છે. તેમણે કહ્યું કે, બિલાવર (ઉમેદવાર) હોઈ શકે છે અને હું પણ હોઈ શકું છું... ખુર્શીદ શાહે પોતાને વડાપ્રધાન બનાવવાની શક્યતા વ્યક્ત કરી હતી.


Google NewsGoogle News