પાકિસ્તાન ચૂંટણી પરિણામો : યુ.એસ., યુ.કે., સચિંત થયા, ઇમરાન અને નવાઝ શરીફ બંને સરકાર રચવા દાવા કરે છે

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન ચૂંટણી પરિણામો : યુ.એસ., યુ.કે., સચિંત થયા, ઇમરાન અને નવાઝ શરીફ બંને સરકાર રચવા દાવા કરે છે 1 - image


- માનવ અધિકારના ભંગ અંગે યુ.એસ. યુ.કે., યુનો ચિંતાતુર

- અકારણ પ્રતિબંધો, અભિવ્યક્તિની મુક્તિનુંહનન હિંસાચાર અંગે પશ્ચિમના દેશો તથા આક્રોએશિયાઈ દેશોએ ખેદ દર્શાવ્યો

નવી દિલ્હી : પાકિસ્તાનમાં સમાવયતંત્ર સંસદમાંની તમામ ૨૪૫ બેઠકોનાં પરિણામો જાહેર થઇ ચૂક્યાં છે. જેમાં ઇમરાન ખાનની હાલ પ્રતિબંધિત પાર્ટીના સભ્યો અપક્ષ તરીકે ઉભા રહી ૯૮ બેઠકો મેળવી સૌથી મોટાં જૂથ તરીકે આગળ આવ્યા છે. તે સર્વવિદિત છે કે ૨૪૫ની સંસદમાં સ્પષ્ટ બહુમતિ મેળવવા માટે કોઈપણ પક્ષને ઓછામાં ઓછી ૧૨૩ બેઠકો જોઇએ. ઇમરાન ખાનની પાર્ટીના સભ્યોને તેમાં ૨૫ બેઠકો ખૂટે છે. તેઓ અન્ય નાની પાર્ટીઓના સાંસદોને સાથે રાખી સરકાર રચવાનો દાવો કરી રહ્યા છે. તો બીજી તરફ નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લીમલીગ (નવાઝ) (પીએમએલએમ)ને ૬૩ તથા બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને ૫૦ બેઠકો મળી છે. જ્યારે અન્ય નાના પક્ષોને ફાળે ૩૪ બેઠકો ગઇ છે. આ ૩૪ કિંગ મેકર બની શકે તેમ છે. આમ છતાં અમેરિકા, ઇંગ્લેન્ડ તથા યુરોપીય યુનિયન સહિત કેટલાયે દેશોએ પાકિસ્તાનમાં ચૂંટણી પૂર્વે અને પછી પણ થયેલા હિંસાચાર મતદાન તથા મતગણતરીમાં પણ થયેલી ગેરરીતિઓ વિશેષત: મતગણતરી અધવચ્ચે થોડો સમય થંભાઈ રહી તે બધી ઘટનાઓ અંગે તેમજ હજી પણ વ્યાપી રહેલી સરકાર રચવા અંગેની અનિશ્ચિતતા અંગે તે સર્વે ચિંતા સેવી રહ્યા છે.

આ ચૂંટણીમાં થયેલા ફ્રોડ પરિણામો જાહેર કરવામાં થયેલી ઢીલ, કાર્યકરોની ધરપકડ અને સરકારના વિશેષત: લશ્કરના હસ્તક્ષેપને લીધે તેમની અન્ય ગેરકાયદે ગતિવિધિ જેવી કે વોટિંગ બૂથો ઉપર સામા પક્ષના કાર્યકરોને અપાતી ધાકધમકી વગેરે અંગે તપાસ થવી જ જોઇએ તેમ પણ અમેરિકા ઇંગ્લેન્ડ અને યુરોપીય દેશોનું કહેવું છે.

ઉલ્લેખનીય તો તે છે કે વિશ્વના અગ્રીમ દેશોએ કહ્યું છે કે તેઓ નવી સરકાર સાથે નાતો બાંધવા તૈયાર જ છે. પરંતુ નવી સરકાર જ કોની હશે તે જ હજી નિશ્ચિત થઇ શક્તું નથી.

આટલું જ નહીં પરંતુ અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપીય યુનિયન, દેશો પૈકી અમેરિકાનાં વિદેશ મંત્રાલયના દેશો અકારણ પ્રતિબંધો અભિવ્યક્તિની મુક્તિનું હનન તથા હિંસાચાર ચૂંટણી પહેલાં અને મતગણતરી સમયના પણ હિંસાચાર અંગે ચિંતા વ્યક્ત કરી છે.

અમેરિકાના ડેમોક્રેટ સાંસદો રૉ ખન્ના અને ઇલ્હાન ઑમરે આક્ષેપ મુક્યો છે કે ચૂંટણી સમયે અને મતદાન સમયે લશ્કરે દરમ્યાનગીરી કરી હતી, અને પરિણામો પણ મતગણતરી પછી ઘણાં મોડાં જાહેર થયાં હતાં, આથી તેઓએ અમેરિકાનાં વિદેશ મંત્રાલયને વિનંતિ કરી હતી કે જ્યાં સુધી ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી કોઇને (ઇમરાન ખાનને કે નવાઝ શરીફને) પણ ધન્યવાદ આપવામાં ઉતાવળ ન કરવી.


Google NewsGoogle News