Get The App

પાકિસ્તાન ચૂંટણીમાં કોઈને બહુમતી નહીં, શું અપક્ષમાંથી બનશે વડાપ્રધાન? જાણો આવા સવાલોના સચોટ જવાબ

આ વખતે પાકિસ્તાનની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની સંખ્યા વધુ છે

તેઓ તહરિક-એ-ઈન્સાફ પાર્ટીથી અલગ થયા બાદ ચૂંટણી લડી રહ્યા હતા

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન ચૂંટણીમાં કોઈને બહુમતી નહીં, શું અપક્ષમાંથી બનશે વડાપ્રધાન? જાણો આવા સવાલોના સચોટ જવાબ 1 - image


Pakistan Election Result 2024: પાકિસ્તાનના ચૂંટણી પરિણામો અંતિમ તબક્કામાં છે. થોડા કલાકોમાં જ દરેક બેઠકના પરિણામો જાહેર થશે તેવી અપેક્ષા છે. મળતી માહિતી મુજબ, ચૂંટણી પરિણામોમાં પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ઉમેદવારો આગળ છે. હાલ તેમના હાથમાં 95 સીટો છે. ત્યારબાદ પીએમએલ-એનને 64 અને પીપીપીને 51 મળી હતી. તેમજ અન્ય પક્ષને 23 સીટ મળી છે. મતગણતરીમાં બીજા નંબરે ચાલી રહેલી પીએમએલ-એનએ પોતાની સરકાર બનાવવાની જાહેરાત કરી દીધી છે. તેમજ પાર્ટીના સુપ્રીમો નવાઝ શરીફે પોતાની જીતના પ્રથમ ભાષણમાં ગઠબંધન સરકાર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તો પીટીઆઈ સમર્થક વિજેતાઓની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી.

અગાઉ ક્યારેય આટલા અપક્ષ ઉમેદવારો ચૂંટાયા છે?

આ વખતની ચૂંટણીમાં મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો છે. તેઓ પીટીઆઈથી અલગ થયા બાદ પોતાના દમ પર આ ચૂંટણી લડ્યા અને જીત પણ મેળવી છે. આ બાબતે એક પત્રકારે જણાવ્યું હતું કે જનરલ ઝિયા ઉલ હકના સમયમાં આખી સંસદ સ્વતંત્ર લોકોથી બનેલી હતી. વર્ષ 1985 માં અપક્ષ આધારિત ચૂંટણી યોજાઈ હતી. તે સમયે કોઈપણ પક્ષને ચૂંટણીમાં ભાગ લેવાની મંજૂરી ન હતી. જો કે દેખીતી રીતે તો આ નેતાઓ ને કોઈને કોઈ પક્ષનું સમર્થન હતું પરંતુ માત્ર કાગળ પર જ એ પક્ષના ઉમેદવારો અપક્ષ ઉમેદવાર હતા. ત્યારબાદ તેમનું સંસદમાં પીએમએલ-ક્યુ નામનો એક સમૂહ બન્યો, જે ચટ્ટા લીગ તરીકે પણ ઓળખાતો હતો અને બાદમાં તે પીએમએલ-એન બન્યું.

જો અપક્ષ ઉમેદવાર પૂરતી બેઠકો જીતે પરંતુ સંસદમાં પ્રવેશવાનો ઈનકાર કરે તો શું?

જો આવું થાય તો એ પાર્ટી માટે સારું ન કહેવાય. આના કરતા તેમણે એક સમૂહ બનાવો જોઈએ અને તેનું નામકારણ કરીને આગળ કામ કરવું જોઈએ, એવો તે પત્રકારનો મત છે. 

પીટીઆઈ સમર્થકો પોતાનામાંથી કોઈને વડાપ્રધાન તરીકે પસંદ કરી શકે છે?

ચૂંટણી પ્રક્રિયા મુજબ તમામ ઉમેદવારને જીતની જાહેરાત થયા પછી ત્રણ દિવસનો સમય આપવામાં આવે છે. જેમાં તેમને તક મળે છે કે તેઓ સ્વતંત્ર રીતે કોઈ રાજકીય પક્ષને સમર્થન આપવા માગે છે કે કોઈ પક્ષમાં કોઈ સમૂહ સાથે જોડવા માંગે છે. આ ત્રણ દિવસમાં ઉમેદવારો આ બાબતે નિર્ણય લઇ શકે છે. 

શું પીટીઆઈ સમર્થિત ઉમેદવારો પોતાનામાંથી વિપક્ષી નેતા પસંદ કરી શકે છે?

આ માટે પણ પીટીઆઈએ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવું પડશે. જો તેઓ હાલના પક્ષોમાં એક સમૂહ તરીકે એકસાથે આવે છે, તો પહેલા તેઓ ગૃહના નેતાને પસંદ કરવા માંગે છે. જો તે આમ કરવામાં નિષ્ફળ જાય, તો આગામી શ્રેષ્ઠ વિકલ્પ વિપક્ષના નેતાની પસંદગી કરવાનો રહેશે.

પાકિસ્તાન ચૂંટણીમાં કોઈને બહુમતી નહીં, શું અપક્ષમાંથી બનશે વડાપ્રધાન? જાણો આવા સવાલોના સચોટ જવાબ 2 - image



Google NewsGoogle News