Get The App

ચૂંટણી ટાણે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બે અલગ અલગ વિસ્ફોટની ઘટનામાં 28નાંં મોત, 25 ઘાયલ

વિસ્ફોટની ઘટનામાં લપેટમાં પાર્ટીના કાર્યકરો આવી ગયા

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
ચૂંટણી ટાણે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બે અલગ અલગ વિસ્ફોટની ઘટનામાં 28નાંં મોત, 25 ઘાયલ 1 - image

image : Twitter /  VIDEO GRAB


Pakistan balochistan Blast news | પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલાં જ બલૂચિસ્તાનમાં એક પછી એક મોટી વિસ્ફોટની ઘટના બની. અહેવાલ અનુસાર એક રાજકીય પક્ષના કાર્યાલયને નિશાન બનાવતાં એક વિસ્ફોટ કરાયો હતો જેમાં 15 લોકોના મૃત્યુ પામ્યા હતા. જ્યારે બીજો વિસ્ફોટ ઉમેદવારોના કાર્યાલયને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો જેમાં 13 લોકોના મોત થયા હતા. પ્રથમ બ્લાસ્ટમાં 15 જેટલાં લોકો ઘવાયા હતા જ્યારે બીજા બ્લાસ્ટમાં 10 લોકો ઘવાયા હતા. 

પાર્ટીના કાર્યકરો લપેટમાં આવ્યાં 

અધિકારીઓના જણાવ્યાનુસાર પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બુધવારે જ એક રાજકીય પક્ષના કાર્યાલયની બહાર આ વિસ્ફોટ કરાયો હતો જેની લપેટમાં પાર્ટીના કાર્યકરો આવી ગયા હતા. જેમાં 15 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. જોકે ઘણાં લોકો ઘાયલ હોવાની પણ માહિતી છે.માહિતી અનુસાર પ્રથમ વિસ્ફોટ વિસ્ફોટ અપક્ષ ઉમેદવાર અસફંદ યાર ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો. આ વિસ્ફોટની ઘટના સમયે તે ઓફિસમાં હાજર નહોતા. જ્યારે બીજો બ્લાસ્ટ બલૂચિસ્તાનના કિલા સૈફુલ્લામાં જેયુઆઈએફ પાર્ટીના કાર્યાલયની બહાર થયો હતો. 

આવતીકાલે ચૂંટણી યોજાવાની છે 

ઉલ્લેખનીય છે કે આવતીકાલે પાકિસ્તાનમાં સામાન્ય અને પ્રાદેશિક ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવા સમયે આ વિસ્ફોટની ઘટના ડરામણી છે. બીજી બાજુ પીટીઆઈ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન સામે એક પછી એક ચુકાદા અને મોટી કાર્યવાહીઓના પગલે આ ચૂંટણીમાં ગેરરીતિ થવાની ચિંતા વધી ગઇ છે. 

કેવી રીતે કરાયા હુમલા? 

બલૂચિસ્તાનના કેરટેકર માહિતી મંત્રી જાન અચકઝાઈએ કહ્યું કે પ્રથમ બ્લાસ્ટમાં વિસ્ફોટક સામગ્રી બાઈક પર રાખવામાં આવી હોવાની માહિતી છે. જોકે હજુ સુધી બીજા બ્લાસ્ટનું કારણ બહાર આવ્યું નથી. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે બલૂચિસ્તાનના મુખ્યમંત્રી અલી મર્દાન ખાને આ હુમલાને આકરા શબ્દોમાં વખોડતાં કહ્યું કે આ ઘટનાઓ શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને નબળી બનાવવાનું ષડયંત્ર છે. ઘટનામાં સામેલ લોકોને કડકમાં કડક સજા કરાશે. ચૂંટણી ટાણે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બે અલગ અલગ વિસ્ફોટની ઘટનામાં 28નાંં મોત, 25 ઘાયલ 2 - image


Google NewsGoogle News