ભારતના આ પાડોશી દેશમાં ગધેડાઓની ડિમાંડ વધી, લાખો રૂપિયામાં વેચાઇ રહ્યાં છે ગધેડા
Pakistan Donkey : આ દિવસોમાં ભારતનો પાડોશી દેશ પાકિસ્તાનમાં ગધેડાની ખૂબ માંગ વધી રહી છે. જેના કારણે દેશમાં ગધેડાની કિંમતો આસમાનને આંબી રહી છે. આ કિંમતોમાં વધારાનું કારણ પાકિસ્તાનનું સૌથી નજીકનું અને ખાસ મિત્ર ચીન છે. કારણ કે ચીનમાં ગધેડાની ચામડીનો ઉપયોગ મેડિકલ અને બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર એક ગધેડાની કિંમત 3 લાખ પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સામાન વહન કરતા આ પ્રાણીઓ માટે રૂ. 300,000 મોટી રકમ છે, પરંતુ આ કિંમત એવા લોકો માટે સમસ્યારૂપ છે જેઓ ગધેડાનું ગાડું ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.
મીડિયા અહેવાલો અનુસાર, ગધેડાઓની વધતી કિંમતોને કારણે, મોટાભાગના સ્થાનિક ખરીદદારો કરાચીના લ્યારીમાં આયોજિત સાપ્તાહિક ગધેડા બજાર તરફ વળ્યા ન હતા. લોકો કહે છે કે, ભાવ વધવાનું કારણ ચીન છે.
વાસ્તવમાં ચીનમાં ગધેડાની ચામડીનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં થાય છે. આ સાથે, ગધેડાની ચામડીનો ઉપયોગ ઇજિયાઓ નામની પરંપરાગત ચાઇનીઝ દવાના ઉત્પાદનમાં પણ થાય છે. આ જ કારણ છે કે ચીનમાં દર વર્ષે લાખો ગધેડાઓને મારી નાખવામાં આવે છે.
અજિયાઓ(Aijiao)એ પરંપરાગત ચાઇનીઝ દવા છે, જે ગધેડાની ચામડીમાંથી કાઢવામાં આવેલા કોલોજનમાંથી બનાવવામાં આવે છે.
આ કોલેજોમાં જડીબુટ્ટીઓ અને અન્ય સામગ્રી સાથે ભેળવીને ગોળીઓ અને પ્રવાહીના રૂપમાં બ્યુટી પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. છેલ્લા દાયકામાં અજિયાઓની પ્રોડક્ટ્સ ઝડપથી વધી છે.
Aijiaoનું વાર્ષિક ઉત્પાદન 2013 અને 2016 વચ્ચે 3200 થી 5600 ટન સુધી વધીને 20 ટકા થયું છે. 2016 અને 2021 વચ્ચે તેનું ઉત્પાદન 160 ટકા વધ્યું છે. 2027 સુધીમાં તેમાં 200 ટકાનો વધારો થવાની સંભાવના છે.
ગધેડાના વધતા ભાવને કારણે ગધા ગાડી ચલાવનારા ચાલકો કહી રહ્યા છે કે, જે ગધેડા 8 થી 12000 રૂપિયામાં વેચાતા હતા તે હવે 30 થી 35000 રૂપિયામાં વેચાઈ રહ્યા છે, જેના કારણે આ ચાલકોનું જીવન ભાગ્યે જ ચાલી શકશે. 2024ના સમાન આર્થિક સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગધેડાની સંખ્યા પણ ઘણી મોટી છે અને હાલમાં દેશમાં 6,60,000 ગધેડા છે.