Get The App

પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો, 10 પોલીસકર્મીના મોત

આ હુમલામાં છ લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો, 10 પોલીસકર્મીના મોત 1 - image


Blast In Pakistan : પાકિસ્તાન (Pakistan)માં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જે પહેલા આતંકવાદી ગતિવિધિઓ વધી ગઈ છે. ખૈબર પખ્તૂનખ્વા (Khyber Pakhtunkhwa Blast) પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે, જેમાં 10 પોલીસકર્મીઓના મોત થયા છે.

અન્ય છ લોકો ઘાયલ થયા છે

પોલીસના જણાવ્યા અનુસાર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને છ અન્ય ઘાયલ થયા છે, જેમને DHQ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનમાં પોલીસ સ્ટેશન પર ચારે બાજુથી ગ્રેનેડ ફેંક્યા અને જોરદાર ગોળીબાર કર્યો હતો. સરકારી એજન્સીએ કહ્યું કે પોલીસે જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. સ્થાનિક સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, વિસ્ફોટક સામગ્રી એક શોપિંગ બેગમાં રાખવામાં આવી હતી. ચૂંટણી પંચે આ મામલે જિલ્લા મોનિટરિંગ ઓફિસર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) દક્ષિણ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

પાંચ દિવસ પહેલા પણ થયો હતો વિસ્ફોટ

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 30મી જાન્યુઆરીએ બોંબ વિસ્ફોટમાં 4 લોકોના મોત થયા હતા. મૃતકમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ત્રણ કાર્યકર્તાનો પણ હતા. આ વિસ્ફોટ ઈમરાન ખાન (Imran Khan)ને 10 વર્ષની જેલની સજા સંભળાવ્યાના થોડા કલાકો બાદ પાર્ટી દ્વારા આયોજીત એક રેલી દરમિયાન થયો હતો.


Google NewsGoogle News