પાકિસ્તાન સરકારનો ગજબનો નિર્ણય, સંસદમાં કરાશે બિલાડીઓની ભરતી, બજેટ પણ ફાળવ્યું, જાણો મામલો

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
Pakistan Parliament


Rat Problem In Pakistan Parliament : પાકિસ્તાનના સાંસદો વધતી મોંઘવારી અને રાજકીય અસ્થિરતાની સાથે ઉંદરોના આતંકનો પણ સામનો કરી રહ્યા છે. વાસ્તવમાં પાકિસ્તાનની સંસદમાં ઉંદરોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે, જેના કારણે ઉંદરોએ અનેક મહત્વની ફાઈલો કોતરી નાખી છે. પાકિસ્તાન સરકારે ઉંદરો હેરાનગતીનો નિવેડો લાવવા માટે એક મોટો નિર્ણય કર્યો છે. આ માટે સંસદે 12 લાખનું બજેટ ફાળવ્યું છે. આ ઉપરાંત સંસદમાં બિલાડીઓને પણ કામ પર લગાવવાનો નિર્ણય કરાયો છે.

ઉંદરોનો આતંક ઘટાડવા 12 લાખનું બજેટ ફાળવાયું

પાકિસ્તાનની કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ બિલાડીઓને રાખવા માટે 12 લાખ પાકિસ્તાની રૂપિયાનું બજેટ રજુ કર્યું છે. એટલું જ નહીં, આ માટે પ્રાઈવેટ નિષ્ણાંતને પણ રાખવામાં આવશે. ઉંદરોને પકડવા માટે પાજરાંનો પણ ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો : ઇટાલી પાસે લક્ઝુરિયસ યૉટ ડૂબી: અબજોપતિ બિઝનેસમેન માઇક લિંચ સહિત છ ગુમ, પત્નીને બચાવાયા

પાકિસ્તાનની સંસદમાં ગંદકી

સચિવાલય ઉપરાંત સંસદના પરિસરોમાં પેસ્ટ કંટ્રોલ માટે સી.ડી.એ. સેનેટ અને નેશનલ એસેમ્બલી ખાનગી કંપનીઓની પણ મદદ લેશે. મીડિયા અહેવાલો મુજબ સંસદ ગૃહના છત પર કીડા હોવાના કારણે ઉંદરોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. આ ઉપરાંત પાકિસ્તાની સંસદમાં સ્વચ્છતાનો પણ અભાવ છે.

સંસદની કેન્ટીનમાં ખાવામાં વંદો

2022માં ઈસ્લામાબાદ પ્રશાસને સંસદ ભવનના બે કાફેટેરિયાને સીલ કરવાનો આદેશ આપ્યો હતો, કારણ કે ખોરાકમાં વંદો જોવા મળ્યો હતો. સાંસદોએ ફરિયાદ કર્યા બાદ સ્થાનિક જિલ્લા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા, પરિણામે તેમની સામે કાર્યવાહી કરાઈ હતી. 2019માં સાંસદોએ પીરસવામાં આવતા માંસની ગુણવત્તા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : 27 કલાકમાં કરી વિશ્વની સૌથી મોટી ચોરી, 900 કરોડ લૂંટ્યા પહેલા બૅન્ક લોકરમાં બનાવ્યું લંચ-ડિનર!


Google NewsGoogle News