Get The App

યુએનના આ મંચ પર ભારતને પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
યુએનના આ મંચ પર ભારતને પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો 1 - image

image : twitter

નવી દિલ્હી,તા.25 નવેમ્બર 2023,શનિવાર

સંયુક્ત રાષ્ટ્રના વિવિધ મંચ પર મોટાભાગે ભારત અને પાકિસ્તાન આમને સામને જ હોય છે.

પાકિસ્તાન પોતાની દુશ્મનાવટ છોડતુ નથી અને ભારત તેનો જડબાતોડ જવાબ આપવાનુ ચુકતુ નથી અને મોટાભાગે દર વખતે પાકિસ્તાનને ભારતના હાથે હારનો સામનો કરવો પડતો હોય છે.

જોકે શુક્રવારનો દિવસ પાકિસ્તાન માટે થોડી ઘણી ખુશી લઈને આવ્યો હતો. યુએનની સંસ્થા યુનેસ્કોના કાર્યકારી બોર્ડના ઉપાધ્યક્ષના પદ માટે થયેલી ચૂંટણીમાં પાકિસ્તાને ભારતને માત આપી હતી.

યુનેસ્કોએ યુએનનુ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક બાબતોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપતુ સંગઠન છે. જેના કાર્યકારી બોર્ડના ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભારત અને પાકિસ્તાનના ઉમેદવારો આમને સામને હતા. આ બોર્ડમાં 58 સભ્યો છે અને આ પૈકી 38 સભ્યોએ પાકિસ્તાનને અને 18 સભ્યોએ ભારતને મત આપ્યા હતા.

યુનેસ્કોના કાર્યકારી બોર્ડની બેઠક આ વખતે પેરિસમાં મળી હતી અને તેમાં આ ચૂંટણી યોજાઈ હતી. પાકિસ્તાનને ઉપાધ્યક્ષનુ પદ એવા સમયે ફાળે ગયુ છે જ્યારે પાકિસ્તાનમાં યુનેસ્કોની ઐતિહાસિક ધરોહરના લિસ્ટમાં સામેલ શારદા પીઠ મંદિરને તોડી પાડવામાં આવ્યુ છે અને સાથે સાથે સિંધ પ્રાતમાં હિન્દુઓના હિંગળાજા માતાના મંદિરને પણ કોર્ટના કહેવાતા આદેશના આધારે તોડી પાડવામાં આવ્યુ છે.

આ જીતથી પાકિસ્તાન ગેલમાં આવી ગયુ છે. પાકિસ્તાને કહ્યુ હતુ કે, અમે આ જવાબદારીને પૂરી વિશ્વસનિયતા અને પરસ્પર સન્માન સાથે નિભાવીશું. જોકે પાકિસ્તાનની કરની અને કથનીમાં તો તરત જ ફરક દેખાઈ ગયો છે. આશ્ચર્ય એ વાતનુ છે કે, પાકિસ્તાન પર યુનેસ્કોના સભ્ય દેશોએ આટલી મોટી જવાબદારી સોંપીને ભરોસો પણ મુકયો છે.


Google NewsGoogle News