પાકિસ્તાન એક ઝાટકે બની જશે ધનિક દેશ, તમામ દેવું ભરાઈ જશે, જાણો તેના ખજાનાનું શું છે રહસ્ય!

Updated: May 17th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન એક ઝાટકે બની જશે ધનિક દેશ, તમામ દેવું ભરાઈ જશે, જાણો તેના ખજાનાનું શું છે રહસ્ય! 1 - image


Pakistan Crisis: પાકિસ્તાન હાલ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. ત્યાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે, અને લોકોની આવકો-રોજગારી ઘટી રહી છે. એવામાં પાકિસ્તાન દેવાળું ફુંકે એવી ભીતિ અનેક દેશો દર્શાવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો, પાકિસ્તાન પાસે એવી સોનાની ખાણ છે કે, જેની મદદથી તે એક ઝાટકે ધનિક દેશ બની શકે છે. આવો જાણીએ તેના વિશે....

ખાણમાં 40 કરોડ ટન સોનુ હોવાની સંભાવના

પાકિસ્તાનમાં રેકો ખાણમાં પ્રથમ વખત માઈનિંગ 1995માં કરવામાં આવ્યું હતું. જેમાં ચાર મહિનામાં 200 કિગ્રા સોનું અને 1700 ટન તાંબુ મળી આવ્યું હતું. તે સમયે નિષ્ણાતોએ અપેક્ષા દર્શાવી હતી કે, ખાણમાં 40 કરોડ ટન સોનુ ઉપલબ્ધ હોઈ શકે છે.

પાકિસ્તાન પર 124 અબજ ડોલરનું દેવું, સરકારી કંપનીઓ વેચવા મૂકાઈ

પાકિસ્તાનની શહબાજ શરીફ સરકારે સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરી ફંડ એકત્ર કરવા નિર્ણય લીધો છે. જેમાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સથી માંડી દેશની વીજ કંપનીઓ પણ સામેલ છે. આર્થિક સ્થિતિ સુધારવા આઈએમએફ પાસે લોન માગી રહ્યું છે. જેના પર 124 અબજ ડોલરનું દેવુ છે.

બલુચિસ્તાનમાં આવેલો છે આ ખજાનો

બલુચિસ્તાનમાં સ્થિત આ ખજાનો કિસ્તાનની ગરીબી દૂર કરી શકે છે. બલુચિસ્તાનમાં સોનાની ખાણો આવેલી છે. જેમાં રેકો ડિક (Reko Diq) ખાણ દુનિયાની સૌથી મોટી સોના અને તાંબાની ખાણ પૈકી એક છે. કરોડો ટન સોના-તાંબાનો ભંડાર ઉપલબ્ધ છે. જેની મદદથી પાકિસ્તાનનો જીડીપી ફરી પાછો ઉભરી શકે છે. જો કે, ત્યાંની સરકારે આ મામલે કોઈ સ્પષ્ટતા કે રિપોર્ટ જારી કર્યો નથી.

Reko Diq વિશે જાણવા જેવું

એક અંદાજ અનુસાર, Reko Diqમાં 590 કરોડ ટન ખનિજ ભંડાર છે. જેમાં પ્રતિ ટન 0.22 ગ્રામ સોનુ અને 0.41 ટકા તાંબુ મળી શકે છે. આ ખાણ ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદ નજીક સુપ્ત જ્વાળામુખી પાસે છે. આ ખાણમાં ઉપલબ્ધ સોનાની અંદાજિત કિંમત 2 લાખ કરોડ ડોલર દર્શાવવામાં આવી છે. બ્લૂમબર્ગે ગતવર્ષે રિપોર્ટ જારી કરી પાકિસ્તાનની આ ખાણને વિશ્વની સૌથી મોટી અવિકસિત તાંબા અને સોનાનો ભંડાર તરીકે રજૂ કરી હતી. જે 50 વર્ષથી વધુ સમય સુધી 2 લાખ ટન તાંબુ અને 2.50 લાખ ઔંશ સોનાનુ ઉત્પાદન કરવા સક્ષમ છે. જોકે, 2011થી ખનન પરિયોજના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણકે, પાકિસ્તાને આ ખાણ વિકસિત કરવા માટે એક લાયસન્સ આપવાનો ઈનકાર કર્યો હતો. ત્યારથી તે વિવાદમાં મુકાઈ છે. 



Google NewsGoogle News