Get The App

પાકિસ્તાનમાં ભયંકર બ્લાસ્ટ, IED બોમ્બ વડે સૈન્ય વાહનને ઉડાવી દેવાતા ખળભળાટ, 5 સૈનિકોનાં મોત

આ ઘટના બલૂચિસ્તાનના કેચ પ્રાંતમાં બની હતી

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં ભયંકર બ્લાસ્ટ, IED બોમ્બ વડે સૈન્ય વાહનને ઉડાવી દેવાતા ખળભળાટ, 5 સૈનિકોનાં મોત 1 - image


Pakistan Military Bomb Attack: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સૈન્યની એક ગાડી ભયંકર બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાડી દેવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાની માહિતી મળી રહી છે. આ ઘટના બલૂચિસ્તાનના કેચ પ્રાંતમાં બની હતી. 

સ્થાનિકોમાં છે રોષ 

માહિતી અનુસાર જ્યાં આ ઘટના બની હતી ત્યાં દાયકાઓથી રહેતા સ્થાનિકોમાં પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ ભારે રોષની સ્થિતિ જોવા મળી રહી છે. અહેવાલ અનુસાર સૈન્યની ગાડી પર IED બ્લાસ્ટ વડે ઉડાડી નખાઈ હતી. સૈન્યએ કહ્યું કે આ બ્લાસ્ટમાં 5 સૈનિકો માર્યા ગયા હતા. હાલમાં આતંકીઓને શોધી કાઢવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ચૂંટણી ટાળવા માગ 

બલૂચિસ્તાનના મુખ્યમંત્રી મીર અલી મરદાન ખાન દોમકીએ સૈનિકોની મોત પર શોક વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનના અમુક સેનેટરોએ સુરક્ષાને જોતા ચૂંટણી ટાળવાની માગ કરી હતી. પાક. સેનાએ દાવો કર્યો હતો કે તેણે 4 લોકોને ઠાર માર્યા છે જે કથિતરૂપે આ હુમલામાં સામેલ હતા. 

પાકિસ્તાનમાં ભયંકર બ્લાસ્ટ, IED બોમ્બ વડે સૈન્ય વાહનને ઉડાવી દેવાતા ખળભળાટ, 5 સૈનિકોનાં મોત 2 - image


Google NewsGoogle News