Get The App

‘PoK આપણું નથી’ પાકિસ્તાને કબૂલ્યું, ઈસ્લામાબાદ હાઇકોર્ટે પૂછ્યું- તો વિદેશી જમીન પર સૈનિકો કેમ?

Updated: May 31st, 2024


Google NewsGoogle News
‘PoK આપણું નથી’ પાકિસ્તાને કબૂલ્યું, ઈસ્લામાબાદ હાઇકોર્ટે પૂછ્યું- તો વિદેશી જમીન પર સૈનિકો કેમ? 1 - image


Pakistan Big Confession On PoK : પાકિસ્તાને ભારત સાથેના POK વિવાદ મામલે પોતાની જ પોલ ખોલી દીધી છે. વાસ્તવમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટ (Islamabad High Court)માં પાકિસ્તાનના એક સરકારી વકીલે પીઓકેને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને કાશ્મીરના એક ભાગ (POK) પર ગેરકાયદેસર કબજો કરેલ છે, જેને તેઓ આઝાદ કાશ્મીર નામ આપે છે. જોકે હવે આ મામલે તેમના સરકારી વકીલે કોર્ટમાં ચોંકાવનારી દલીલ કરી છે.

સરકારી વકીલે પાકિસ્તાનની પોલ ખોલી

ઈસ્લામાબાદમાંથી ધરપકડ કરાયેલા અહમદ ફરહાદનો બચાવ કરી રહેલા ફેડરલ પ્રોસિક્યૂટર જનરલે (સરકારી વકીલ) કોર્ટમાં કહ્યું કે, ફરહાજ આઝાદ કાશ્મીરમાં બે જૂન સુધી રિમાન્ડ પર રહેશે. વકીલે કહ્યું કે, આઝાદ કાશ્મીર આપણું નથી, પરંતુ એક વિદેશી ક્ષેત્ર છે, તેથી તેમને ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર ન કરી શકાય.

હાઈકોર્ટે વકીલને આપ્યો જવાબ

વકીલે દલીલ કર્યા બાદ હાઈકોર્ટને પણ આશ્ચર્ય થયું છે. કોર્ટે કહ્યું કે, જો આઝાદ કાશ્મીર એક વિદેશી ક્ષેત્ર છે, તો પાકિસ્તાની સૈનિકોએ અહીં પાકિસ્તાનમાંથી કેવી રીતે પ્રવેશ કર્યો. તો બીજીતરફ પાકિસ્તાની પત્રકારે સરકારી વકીલના દાવા પર વાંધો ઉઠાવી કહ્યું કે, ‘આ દાવો ન્યાય પ્રણાલી અને આઝાદ કાશ્મીરની સ્થિતિ પર ઘણા સવાલો ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, જો આઝાદ કાશ્મીર આપણું નથી તો પાકિસ્તાનના એક વિદેશી ક્ષેત્રમાં સૈનિકોની તહેનાતી અને પ્રશાસનના અધિકાર કેવી રીતે મળ્યા.


Google NewsGoogle News