VIDEO: પાકિસ્તાનમાં સુન્ની-શિયા સમુદાયો વચ્ચે હિંસક અથડામણ, ફાયરિંગ-પથ્થમારામાં 82ના મોત, 156ને ઈજા
Pakistan Violence : પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં છેલ્લા ત્રણ દિવસથી સુન્ની અને શિયા સમુદાય વચ્ચે હિંસક અથડામણ ચાલી રહી છે. બંને તરફથી થઈ રહેલા ગોળીબાર, પથ્થમારો અને આગચંપીની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 82 લોકોના મોત અને 156થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લાના એક સ્થાનિક વહીવટી અધિકારીએ કહ્યું કે, હિંસાની ઘટનામાં સુન્ની સમાજના 16 લોકો અને શિયા સમાજના 66 લોકોના મોત થયા છે.
શિયા મુસલમાનોની યાત્રા પર હુમલા બાદ હિંસા શરૂ થઈ
પાકિસ્તાનમાં સૌથી વધુ સન્ની સમાજની વસ્તી છે, જોકે અફઘાનિસ્તાનની સરહદ પાસે આવેલા કુર્રમ જિલ્લામાં શિયાઓની વસ્તી વધુ છે. આ બંને સમુદાયો વચ્ચે દાયકાઓથી ઘર્ષણ ચાલી રહ્યું છે. 21 નવેવમ્બર ગુરુવારના રોજ પોલીસની સુરક્ષા વચ્ચે શિયા મુસલમાનોની યાત્રા યોજાઈ રહી હતી. આ દરમિયાન તેમના બે જુદા જુદા કાફલાંઓ પર હુમલો કવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 43 લોકોના મોત થયા હતા.હુમલા બાદ શિયા અને સુન્ની સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું, ત્યારબાદ અહીં બે દિવસ સુધી સામસામે ગોળીબાર શરૂ થઈ ગયો હતો. હિંસા એટલી ગઁભીર હતી કે, રસ્તા પરથી આવતા-જતા વાહનો પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે.
300 પરિવારો ઘર છોડવા મજબૂર
હિંસા થયા બાદ કુર્રમ જિલ્લામાંથી લગભગ 300 પરિવારો પલાયન થવા મજબૂત થયા છે. મળતા અહેવાલો મુજબ અહીં નાના-મોટા હથિયારોથી આડેધડ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. રવિવાર સવાર સુધી કોઈપણ મોત થયા હોવાની વિગતો સામે આવી નથી. સ્થાનિક વહિવટી અધિકારીઓએ કહ્યું કે, કુર્રમ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે. પોલીસ કુર્રમમાં હિંસા રોકવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.