Get The App

પાકિસ્તાનના ટુકડા થઈ જશે કે શું? પૂર્વ મુખ્યમંત્રીના દાવાએ પાક. સરકારના ધબકારાં વધાર્યા

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનના ટુકડા થઈ જશે કે શું? પૂર્વ મુખ્યમંત્રીના દાવાએ પાક. સરકારના ધબકારાં વધાર્યા 1 - image


Pakistan News: 1947માં જ્યારે ભારતના બે ભાગલા પડ્યા અને પાકિસ્તાનનો જન્મ થયો. ત્યારબાદ 1971માં પાકિસ્તાનમાં ફરી ભાગલા પડ્યા, જેમાંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ એમ બે અલગ દેશ બન્યા. જોકે, હવે પાકિસ્તાનના ફરી બે ભાગલાં પડી શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હકીકતમાં બલૂચિસ્તાનના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રાંતીય વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય નવાબ અસલમ રાયસાનીએ કહ્યું કે, બલૂચ લોકોની બહૂમતિ પાકિસ્તાથી આઝાદીનું સમર્થન કરે છે. એક નિવેદનમાં, રાયસાનીએ બલૂચ રાષ્ટ્રને ત્રણ અલગ-અલગ જૂથમાં વિભાજિત જણાવ્યું હતું. 

પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર, રાયસાનીએ કહ્યું કે, 'બલૂચ લોકોનો એક મોટો ભાગ પાકિસ્તાનથી આઝાદીના પક્ષમાં છે અને સક્રિય રૂપે રાષ્ટ્રીય સ્વતંત્રતા માટે પ્રયાસ કરી રહ્યા છે. બીજા સમૂહમાં રાજ્ય સાથે જોડાયેલા લોકો સામેલ છે, જે વ્યક્તિગત હિત અને સત્તાની ઈચ્છાથી પ્રેરિત છે. રાયસાનીના જણાવ્યા અનુસારઆ જૂથ હાલની વ્યવસ્થા પ્રતિ વફાદાર છે અને રાષ્ટ્રીય આકાંક્ષાઓ પર સત્તાને પ્રાથમિકતા આપે છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનના પંજાબમાં અહમદીયા પંથની 3 મસ્જિદોમાં પોલીસે જ તોડફોડ કરી

ત્રીજા સમૂહનો પ્રભાવ સીમિત

રાયસાનીના મતે ત્રીજા જૂથમાં રાષ્ટ્રવાદી દળ સામેલ છે. જે સંઘની અંદર સ્વાયત્તતા અને સંસાધનના નિયંત્રણની વકિલાત કરે છે. જોકે, આ સમૂહ કમજોર છે તેમજ તેમનો પ્રભાવ ખૂબ જ સિમિત છે. હાલની પરિસ્થિતિમાં, આ રાષ્ટ્રવાદી સંસદીય દળે પોતાનું મહત્ત્વ ગુમાવી દીધું છે.

આ પહેલાં શનિવારે બલૂચ યખતેજી સમિતિએ બલૂચ યુવાઓના સતત ગાયબ થવાના મુદ્દે પ્રકાશ પાડ્યો હતો. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, બલૂચથી યુવાનોના ગાયબ થવાની ઘટના વધી રહી છે, જેનાથી પીડિત અને તેમના પરિવાર પર ગંભીર અસર પડી રહી છે અને સામૂહિક પીડા થઈ રહી છે. છેલ્લાં થોડા દિવસોથી સુરક્ષા દળોએ ઘણાં લોકોને ગાયબ કરી દીધા છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાને આતંકવાદીઓ પર કરી એરસ્ટ્રાઈક, 17ને ઠાર માર્યા, બે જુદાં-જુદાં ઓપરેશન હાથ ધર્યા

ગાયબ થયા અનેક યુવા

બીવાઈસીએ એક્સ પર પોતાના નિવેદમાં કહ્યું કે, 'લાપતા યુવાઓનું વર્ણન આ પ્રકારે છે. ઉથલ બજારથી બલચ, બયાન, નાસિર અને ગુલાબ બલૂચ, લાસબેલા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી. અસકાની બજાર, તુર્બત, કેચથી નિસાર બલૂચ અને સલીમ બલૂચ. જેવાની, ગ્વાદરથી ફકીર મહોમ્મદ, દાદ મહોમ્મદ અને દુર્ઝન બલૂચ. કરાચીથી પરવેઝ સમદ, સિદ્દિકી અહેમદ. રાજ્ય અને તેમના અધિકારીઓએ બલૂચ નરસંહારને આગળ વધારવા અને તેમના પ્રતિરોધને કચડવા માટે આ પ્રકારે યુવાનોને ગાયબ કરી રહ્યા છે.'

બીવાઈસીએ 27 નવેમ્બરે દિલ જાન બલૂચના પરિવાર સાથે અવારનમાં એક ધરણા શિબિરનું આયોજન કર્યું હતું. દિલ જાન બલૂચને 22 જૂન, 2024ના દિવસે ગાયબ કરી દેવામાં આવ્યો હતો. શિબિરમાં હાજર વક્તાઓમાં બીવાઈસીના નેતા સમ્મી દીન બલૂચ, દીલ જાનના પરિવારના સભ્યો અને અન્ય લોકો સામેલ હતાં. આ દરમિયાન બલૂચ લોકોની દુર્દશા પર પ્રકાશ પાડવામાં આવ્યો. તેઓએ રાજ્ય દ્વારા પોતે આપેલા આશ્વાસનને પૂરૂ ન કરી શકવાની પણ નિંદા કરી.


Google NewsGoogle News