Get The App

પાકિસ્તાનમાં સેના અને બલુચો વચ્ચે ભયાનક અથડામણ, 41ના મોત, બળાખોરોનો હાઈવે પર કબજો

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
પાકિસ્તાનમાં સેના અને બલુચો વચ્ચે ભયાનક અથડામણ, 41ના મોત, બળાખોરોનો હાઈવે પર કબજો 1 - image


Pakistan-Balochistan Clash : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સેના અને પોલીસની બર્બતા વિરુદ્ધ સ્થાનીક લોકો ગુસ્સે થયેલા છે, જેના કારણે અહીં સેના અને બલૂચ બળવાખોરો વચ્ચે અવારનવાર લોહીયાળ અથડામણ થતી રહે છે. આ જ ક્રમમાં સેના અને બળવાખોરો વચ્ચે ભયાનક અથડામણ થઈ છે, જેમાં પાકિસ્તાની સેનાના 18 જવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. અથડામણમાં 23 બળવાખોરોના પણ મોત થયા છે. આ ઉપરાંત બલૂચોએ હાઈવે પર પણ કબજો કરી લીધો છે, જેના કારણે સેના લાચાર બની ગઈ છે.

બલૂચ લોકો સરકાર-આર્મીના વિરોધમાં

અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં અવારનવાર હિંસક ઘટનાઓ બનતી રહે છે. બલૂચિસ્તાનના લોકો શાહબાજ શરીફ સરકાર, પાકિસ્તાન આર્મી અને સ્થાનીક પોલીસની દમનકારી નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહે છે. એવું કહેવાય છે કે, બલુચ લિબરેશન આર્મી (બીએલએ) અને પાકિસ્તાન સુરક્ષા દળો વચ્ચે હાલમાં થયેલી અથડામણ અત્યાર સુધીની સૌથી મોટી ઘટના છે.

આ પણ વાંચો : ટ્રમ્પનો ટેરિફ વૉર શરૂ, ચીન-કેનેડા-મેક્સિકો પર લાગુ, 10 લાખ અમેરિકનના મોત માટે જવાબદાર ઠેરવ્યાં

બળવાખોરોએ મુખ્ય હાઈવે પર બેરિકેડ્સ લગાવી દીધા

ઉત્તર-પશ્ચિમના બલૂચિસ્તાનમાં બલૂચ બળવાખોરોએ હાઈવે પર કબજો કરી બેરિકેડ લગાવી દીધા હતા, જેની માહિતી મળતાં જ પાકિસ્તાની સેના હાઈવે મુક્ત કરાવવા પહોંચી હતી. ત્યારબાદ સેના અને બળવાખોરો વચ્ચે ભયાનક અથડામણ શરૂ થઈ, જેમાં અર્ધસૈનિક દળના 18 જવાનો અને 23 બળવાખોરોના મોત થયા છે. પાકિસ્તાની આર્મીએ શનિવારે કહ્યું કે, ‘બળવાખોરોએ બલૂચિસ્તાન પ્રાંતના કલાલ જિલ્લાના એક મુખ્ય હાઈવે પર બેરિકેડ્સ લગાવી દીધા હતા, જેની જાણ થતાં અમારી આર્મી ત્યાં પહોંચી હતી અને ત્યાં અથડામણ શરૂ થઈ. આ વિસ્તાર અફઘાનિસ્તાન સરહદની અડીને આવેલો છે.

BLAએ હુમલાની જવાબદારી લીધી

પાકિસ્તાની સેનાના સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે કે, અમારા સુરક્ષા દળના જવાનો હાઈવે પરથી બેરિકેડ્સ હટાવવામાં સફળ થયા છે. આ ઓપરેશનમાં 18 સુરક્ષા કર્મચારીઓના મોત થયા છે. જવાનોએ 23 બળવાખોરોના મૃતદેહ કબજે કર્યા છે. આ હુમલાની જવાબદારી બલુચ લિબરેશન આર્મીએ લીધી છે.

આ પણ વાંચો : અમેરિકામાં વધુ એક વિમાન ક્રેશ, ઉડાન ભર્યાની 30 સેકન્ડમાં તૂટી પડ્યું, 6ના મોત


Google NewsGoogle News