પાકિસ્તાને પોતાના જ પગ પર કુહાડી મારી, ડ્રોન હુમલામાં ઈરાની નહીં પાકિસ્તાનીઓના મોત

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાને પોતાના જ પગ પર કુહાડી મારી, ડ્રોન હુમલામાં ઈરાની નહીં પાકિસ્તાનીઓના મોત 1 - image


Image Source: Twitter

ઈસ્લામાબાદ, તા. 19 જાન્યુઆરી 2024 શુક્રવાર

ઈરાન પાસે એરસ્ટ્રાઈકનો બદલો લેવાના ચક્કરમાં પાકિસ્તાને પોતાના જ પગ પર કુહાડી મારી લીધી છે. ઈરાની એરસ્ટ્રાઈકનો પલટવાર કરતા પાકિસ્તાને ગુરુવારે ઈરાનના સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકી ઠેકાણા પર ડ્રોન અને મિસાઈલથી સૈન્ય હુમલા કર્યા, જેમાં 9 લોકો માર્યા ગયા. હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનના હવાઈ હુમલામાં જે લોકોના મોત થયા તેઓ ઈરાની નહીં પરંતુ પાકિસ્તાની નાગરિક જ હતા. 

ઈરાની અધિકારીઓએ કહ્યુ કે પાકિસ્તાની સેનાના હુમલામાં 10 પાકિસ્તાનીના જ મોત થયા છે. જ્યારે પાકિસ્તાની હુમલા પર ઈરાની આંતરિક મંત્રી અહમદ વાહિદીએ કહ્યુ કે દક્ષિણ પૂર્વીય સરહદના ગામમાં થયેલા એક વિસ્ફોટમાં 9 વિદેશી માર્યા ગયા. પાકિસ્તાને 9 ના મરવાનો દાવો કર્યો છે. બલૂચિસ્તાનમાં ઈરાનના મિસાઈલ હુમલાને ધ્યાનમાં રાખતા પાકિસ્તાન દ્વારા ઈરાનમાંથી પોતાના રાજદૂત પાછા બોલાવી લેવા અને તમામ પૂર્વ નિર્ધારિત ઉચ્ચ-સ્તરીય દ્વિપક્ષીય યાત્રાઓને સસ્પેન્ડ કરવાના એક દિવસ બાદ આ હુમલા કરવામાં આવ્યા.

પાકિસ્તાને શું કહ્યુ હતુ

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે ગુરુવાર સવારે પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકી ઠેકાણા પર સંકલિત અને લક્ષ્યાંકિત સૈન્ય હુમલા કર્યા. તેણે કહ્યુ કે ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ઘણા આતંકવાદી માર્યા ગયા. આ અભિયાનનું કોડનેમ 'માર્ગ બાર સરમાચર' હતુ. ફારસી ભાષામાં 'માર્ગ બાર' નો અર્થ છે 'મૃત્યુ' જ્યારે બલૂચ ભાષામાં 'સરમાચર'નો અર્થ ગુરિલ્લા છે.

પાકિસ્તાની સેનાએ શું કહ્યું

પાકિસ્તાની સેનાની મીડિયા શાખા ઈન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)એ એક નિવેદનમાં કહ્યુ કે ડ્રોન, રોકેટ, યુદ્ધ સામગ્રી અને અન્ય હથિયારોનો ઉપયોગ કરીને હુમલા કરવામાં આવ્યા. આઈએસપીઆરે કહ્યુ કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) અને બલૂચિસ્તાન લિબરેશન ફ્રંટ (બીએલએફ) જેવા આંતકવાદી સંગઠનો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલા ઠેકાણા પર ગુપ્ત-આધારિત ઓપરેશનમાં સફળતાપૂર્વક હુમલા કરવામાં આવ્યા. બંને જૂથોએ પહેલા પણ પાકિસ્તાનમાં ઘણા હુમલા કર્યા છે.

ઈરાને શું કહ્યુ હતુ

ઈરાને જણાવ્યુ હતુ કે ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કનાનીએ હુમલાની નિંદા કરી અને કહ્યુ કે ઈરાનની આપત્તિને પાકિસ્તાન સુધી પહોંચવા અને હુમલા વિશે સ્પષ્ટીકરણ આપવા માટે મંત્રાલય દ્વારા પાકિસ્તાનના પ્રભારી રાજદૂતને બોલાવવામાં આવ્યા. પ્રાંતના ડેપ્યુટી ગવર્નર અલીરજા મરહમતીના હવાલાથી મળતી માહિતી પ્રમાણે હુમલામાં બે પુરુષો, ત્રણ મહિલાઓ અને ચાર બાળકો સહિત નવ બિન-ઈરાની નાગરિક માર્યા ગયા. તેમણે કહ્યુ કે મામલાની તપાસ ઈરાની સુરક્ષા અધિકારી કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે પ્રાંતની રાજધાની જાહેદાનથી 347 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં સરવન શહેરની પાસે પણ એક વિસ્ફોટ થયો. જેમાં કોઈ નુકસાન થયુ નથી. 

પાકિસ્તાને કેમ હુમલો કર્યો

પાકિસ્તાનના આ હુમલા ઈરાન દ્વારા પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં સુન્ની બલૂચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલના ઠેકાણા પર મિસાઈલ અને ડ્રોન હુમલા શરૂ કરવાના બે દિવસ બાદ થયા. જે બાદ પાકિસ્તાને ઈરાનથી પોતાના રાજદૂતને પાછા બોલાવી દીધા અને તમામ પૂર્વ નિર્ધારિત ઉચ્ચ-સ્તરીય દ્વિપક્ષીય યાત્રાઓને સસ્પેન્ડ કરી દીધી. ઈરાનના હુમલા અને પાકિસ્તાનના જવાબી હુમલાઓએ પશ્ચિમ એશિયાના અસ્થિર વિસ્તારમાં ચિંતાઓ વધારી દીધી છે. જ્યાં પહેલેથી જ ગાજા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના યુદ્ધ અને યમનના હુથી વિદ્રોહિયો દ્વારા રાતા સમુદ્રમાં વ્યાપારી જહાજોને નિશાન બનાવવાથી તણાવ છે.


Google NewsGoogle News