પાકિસ્તાની સેનાનું નવુ હથિયાર 'કાળું પક્ષી', 'અબાબીલ'ના સફળ પરીક્ષણ બાદ પાડોશી દેશને ચડ્યો 'નશો'

અબાબીલ પાકિસ્તાનની જમીન પરથી જમીન પર વાર કરનાર મધ્યમ અંતરની બેલેસ્ટીક મિસાઈલ છે

તેની રેન્જ આશરે 2200 કિલોમીટર છે

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
પાકિસ્તાની સેનાનું નવુ હથિયાર 'કાળું પક્ષી', 'અબાબીલ'ના સફળ પરીક્ષણ બાદ પાડોશી દેશને ચડ્યો 'નશો' 1 - image

પાકિસ્તાની સેનાએ 'અબાબીલ' હથિયાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કરી દીધું છે. આ પરીક્ષણનો ઉદ્દેશ હથિયાર પ્રણાલીની વિવિધ ઉપ-પ્રન્લાઈઓને અલગ અલગ ડીઝાઇન,તકનીકી માપદંડો અને પ્રદર્શન મૂલ્યાંકનને ફરીથી માન્ય કરવાનો હતો. અબાબીલ પાકિસ્તાનની જમીન પરથી જમીન પર વાર કરનાર મધ્યમ અંતરની બેલેસ્ટીક મિસાઈલ છે. તેની રેન્જ આશરે 2200 કિલોમીટર છે.   અબાબીલ મિસાઈલનો મુખ્ય હેતુ ભારતના એસ-400 મિસાઈલ ડીફેન્સનો સામનો કરવાનો છે. માનવામાં આવી રહ્યું છે કે આ મિસાઈલ પરંપરાગત અને પરમાણું હુમલા કરવામાં સક્ષમ છે.   

અબાબીલ વેપન સિસ્ટમ શું છે?

પાકિસ્તાને આ નવી હથિયાર પ્રણાલીને 'અબાબિલ' નામ આપ્યું છે, જેનો અર્થ થાય છે ખાસ કાળું પક્ષી. જેનો   ઉદ્દેશ ભારતીય બેલેસ્ટિક મિસાઈલોનો સામનો કરવાનો છે. આ મિસાઇલનો ઉપયોગ ત્યારે થઈ શકે છે જ્યારે દુશ્મન દેશના પરમાણુ શસ્ત્રોનો નાશ કરવો હોય. પાકિસ્તાનની અબાબીલ મિસાઈલની લંબાઈ 21.5 મીટર અને વ્યાસ 1.7 મીટર છે. આ મિસાઇલને પરંપરાગત અને પરમાણુ બંને હથિયારો વહન કરવા માટે પણ ડિઝાઇન કરવામાં આવી છે.

પાકિસ્તાનના પીએમ અને રાષ્ટ્રપતિ ખુશખુશાલ 

આ લોન્ચ ઈવેન્ટને જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન જનરલ સાહિર શમશાદ મિર્ઝા, સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝન અને સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વ્યૂહાત્મક સંસ્થાઓના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ નિહાળી હતી. એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વી, કાર્યવાહક વડાપ્રધાન અનવારુલ હક કક્કર અને સર્વિસ ચીફ આ સિદ્ધિથી ખૂબ જ ખુશ છે. પાકિસ્તાનની આ અબાબીલ મિસાઈલ તેની ડ્રોન શ્રેણીનો એક ભાગ છે. જ્યારે પાકિસ્તાનમાં પ્રથમ અબાબીલ મિસાઈલ લોન્ચ કરવામાં આવી ત્યારે દેશના આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક લોકોએ તેને નામ આપ્યું હતું.

અબાબીલની વિશેષતા શું છે? 

અગાઉ જે ડ્રોનને પાકિસ્તાનમાં 'અબાબીલ' નામથી ડિઝાઈન કરવામાં આવ્યું હતું, હવે તે જ નામથી 'અબાબીલ' મિસાઈલ બનાવવામાં આવી છે. આ મિસાઈલનો હેતુ ભારતની જમીનથી જમીન પર વાર કરતી મિસાઈલોને ટક્કર આપવાનો છે. આ સિવાય અબાબીલ ફાઈવ ડ્રોન પાંચ કિલો વજન ઉપાડી શકે છે અને તેમાં બે મોર્ટાર રાઉન્ડ લોડ કરી શકાય છે. પ્રથમ મોર્ટાર એમએસ છે અને બીજો 18 mm શેલ છે. તે મિસાઈલથી વિપરીત 30 કિલોગ્રામની રેન્જમાં ઉડી શકે છે.

કંગાળ છતાં પાકિસ્તાનને હથિયાર બનાવવાનો હરખ 

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સારી નથી. સામાન્ય નાગરિકો મોંઘવારીથી પરેશાન છે. ગતવર્ષની સરખામણીએ મોંઘવારી બમણી થઇ ગઈ છે. વર્ષ 2021માં મોંઘવારી દર 11.1 નોંધવામાં આવ્યો હતો તો બીજી તરફ આ વર્ષે તે 13.7 ટકા થઇ ગયો છે. દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે સૈન્ય પોતાના હથિયારોમાં સતત વધારો કરી રહી છે. પાકિસ્તાન તમામ મોરચે પોતાના હથિયારો દ્વારા ભારતને ટક્કર આપવા માંગે છે. આ ઉપરાંત પાછલા કેટલાક સમયથી પાકિસ્તાન ઇંધણની સમસ્યા સામે પણ ઝઝૂમી રહ્યું છે. જેને પગલે હવાઈ ઉડ્ડયનને અસર પડી છે.

પાકિસ્તાની સેનાનું નવુ હથિયાર 'કાળું પક્ષી', 'અબાબીલ'ના સફળ પરીક્ષણ બાદ પાડોશી દેશને ચડ્યો 'નશો' 2 - image


Google NewsGoogle News