Get The App

દેશની રક્ષા કરે છે કે ધંધો? પાકિસ્તાની આર્મી પાસે 50થી વધુ કંપની; તેલ, ખાંડ, વીમો, સિમેન્ટ બધુ વેચે છે

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
દેશની રક્ષા કરે છે કે ધંધો? પાકિસ્તાની આર્મી પાસે 50થી વધુ કંપની; તેલ, ખાંડ, વીમો, સિમેન્ટ બધુ વેચે છે 1 - image


Pakistan Army News | પાકિસ્તાનના પ્રોફેસર ઇશ્તિયાક અહમદ જેવા રાજનીતિજ્ઞા કહે છે કે, દુનિયાભરના દેશોમાં સેના હોય છે, પરંતુ પાકિસ્તાન સેના અદ્ભૂત છે, તે તેઓએ આંકડા ઉપરથી દર્શાવી આપ્યું છે, કે પાકિસ્તાનની સેના ૫૦થી વધુ કંપનીઓ ચલાવી રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1947 થી હજી સુધીમાં 4 મોટા યુદ્ધો થઈ ચૂકયા છે. તે દરેકમાં પાકિસ્તાની સેનાએ માર ખાધો છે. બંને દેશો વચ્ચે 1965માં થયેલા યુદ્ધને 59 વર્ષ પૂરા થયાં છે. હવે પાકિસ્તાનની સરકાર અને સેનાને પણ થઈ ગયું છે કે, ભારત સાથેના સીધા યુદ્ધમાં તેને હરાવી નહીં શકાય. તેથી પાકિસ્તાને ગુપ્ત યુદ્ધ શરૂ કરી દીધું છે. તેમાં સીમા પરનો આતંકવાદ, ડ્રગ્સનો ધંધો અને અન્ય ગેરકાયદે ધંધા દ્વારા ભારતને બને તેટલું નુકસાન તે કરી રહ્યું છે. તેટલું જ નહી પરંતુ, પાકિસ્તાનની સેના, અન્ય દેશોનાં વ્યાવસાયિક સૈન્યને બદલે એક વ્યાપારી સંગઠનની જેમ કામ કરી રહી છે. આ સેના સીમેન્ટ, તેલ, મસાલા, વીજળીના સામાન, હાઉસિંગ સોસાયટી, કપડાં, શૂઝ જેવી ચીજો પણ વેચે છે.

આ બધા ઉદ્યોગો અને વ્યાપાર ધંધા એક આર્મી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે. તેના છત્ર નીચે આ બધી કંપનીઓ ચાલે છે.

જાણકારો કહે છે કે, પાકિસ્તાનની સેનામાં પણ ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે, તેનું કારણ પણ તેની આર્થિક પ્રવૃત્તિઓ છે. તે ઉપરાંત, પાકિસ્તાનમાં સેના સત્તાનું કેન્દ્ર બની રહી છે. તે પાછળ પણ તેની આ આર્થિક તાકાત છે. તેનો મોટાભાગનાં પ્રતિષ્ઠાનો પર સીધો કંટ્રોલ છે. 2016માં જ તેના સંરક્ષણ મંત્રીએ કબુલ્યું હતું કે, પાકિસ્તાની સેના ૫૦થી વધુ કંપનીઓ ધરાવે છે. તે કંપનીઓમાં : આર્મી ફાઉન્ડેશન, શાહીન ફાઉન્ડેશન, બાહરિયા ફાઉન્ડેશન, આર્મી વેલફેર ટ્રસ્ટ અને ડીફેન્સ હાઉસિંગ ઓથોરિટીઝ જેવી સંસ્થાઓ દ્વારા વ્યાપાર- વાણિજય ચલાવાય છે. લાહોરથી પેશાવર સુધીનાં તમામ શહેરોમાં મોંઘામાં મોંઘી મિલ્કતો પાકિસ્તાની સેનાના કબજામાં છે.

પાકિસ્તાની સેના દ્વારા ચલાવાતી કેટલીક કંપનીઓના નામ આ પ્રમાણે છે :

1. આર્મી વેલ્ફેર શુગર મિલ્સ

2. અસકારી પ્રોજેક્ટ (બૂટ અને ઉન ઉત્પાદન)

3. આર્મી વેલ્ફેર મેસ રેસ્ટોરા

4. અસકારી જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ

5.અસકારી એવિયેશન સર્વિસીઝ

6. આર્મી  સિકયોરિટી સર્વિસીઝ

7. આર્મી  ફર્ટિલાઇઝર

8. આર્મી  સિમેન્ટ કંપની

9. આર્મી ઓઇલ ટર્મિનલ્સ

10. આર્મી  કબીરવાળા પાવર કંપની

11. નૂન પાકિસ્તાન લિમિટેડ

12. આર્મી  મીટ લિમિટેડ


Google NewsGoogle News