પાકિસ્તાનની ખુલી ગઈ પોલ! આતંકવાદીઓની સંખ્યા અંગે નવો ઘટસ્ફોટ, ખુદ આર્મીએ કર્યો ખુલાસો

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનની ખુલી ગઈ પોલ! આતંકવાદીઓની સંખ્યા અંગે નવો ઘટસ્ફોટ, ખુદ આર્મીએ કર્યો ખુલાસો 1 - image
                                                                                                                                                                                                         Image: freepik

Terrorists in Pakistan: ભારતમાં આતંકવાદ ફેલાવનાર નાપાક પાકિસ્તાન હંમેશા આતંકવાદી સાથે અમારી કોઈ લિંક નથી કહીને હાથ ખંખેરી દે છે. જોકે, હવે પાકિસ્તાનની નાપાક હરકતોનો પર્દાફાશ થઈ ચુક્યો છે. પાકિસ્તાન આર્મીએ પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. પોતાના વખાણ કરતાં આર્મીએ કહ્યું કે, દેશની ગલીએ ગલીએ આતંકવાદીઓ ફરે છે, જેનો નાશ કરવા સેના સખત મહેનત કરે છે.

પાકિસ્તાની આર્મી આ વાતોથી પોતાના વખાણ કરતી હતી, પરંતુ આ આંકડાથી જાણે તેણે પોતાના જ પગ પર કુહાડી મારી છે. કોર્ટમાં ISI ના પૂર્વ ચીફ હમીદ સામે આર્મી પ્રવક્તાએ જે આંકડા આપ્યા છે, તેનાથી પાકિસ્તાન સરકારની પોલ ખુલી ગઈ છે.

પાકિસ્તાન આર્મીએ કર્યો ખુલાસો

પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં સેનાને દરરોજ 130 ઓપરેશન કરવા પડે છે. ફક્ત 8 મહિનામાં આંતકવાદીઓ સામે 32,173 ઓપરેશન કરવામાં આવ્યા છે. તેમાંથી 4,021 ઓપરેશન તો ગયાં મહિનાના જ છે. આ ઓપરેશનમાં 90 આતંકવાદીઓને ઠાર કરાયા છે. આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં ઘણાં સૈનિકો શહીદ થયાં છે. છેલ્લાં 8 મહિનામાં 193 સૈનિકો શહીદ થયાં છે. આતંકવાદીઓ સામે લડતી વખતે અનેક સૈનિક ઘાયલ પણ થયાં છે. 

ગલી-ગલીએ આતંકવાદીઓ... 

પાકિસ્તાન આર્મીના લેફટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ કહ્યું, 'સેના, ખુફિયા એજન્સીઓ અને પોલીસ આતંકવાદીઓ સામે દરરોજ 130 થી વધારે ઓપરેશન ચલાવે છે. તેમ છતાં આતંકવાદીઓની સંખ્યા ઘટતી જ નથી. જ્યાં સુધી આતંકવાદીઓનો નાશ નહીં થાય, ત્યાં સુધી અભિયાન શરૂ રહેશે. પાકિસ્તાનીની ગલી-ગલીએ આતંકવાદીઓ પેદા થઈ રહ્યાં છે, જેને ખતમ કરવા જરૂરી છે.'

નોંધનીય છે કે, પાકિસ્તાનમાં તહરીફ-એ-તાલિબાન પાકિસ્તાન (TTP), લશ્કર-એ-ઈસ્લામ, જમાત-ઉલ-અહરાર સહિત સેંકડો આતંકવાદી સંગઠનો છે. વળી, બલુચિસ્તાનમાં વિદ્રોહીઓ પણ પાકિસ્તાન આર્મી સામે હથિયાર ઉપાડી રહ્યાં છે. બલુચિસ્તાનમાંથી દરરોજ પાકિસ્તાનમાં હુમલા થઈ રહ્યાં છે.


Google NewsGoogle News