પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરની ભારત સહિત ત્રણ દેશોને ધમકી, કહ્યું- 'અમે તેમને મિટાવી દઈશું'
Pakistan Army Chief Asim Munir threatened : પાકિસ્તાન આર્મી ચીફ આસિમ મુનીરે એક સાથે ત્રણ દેશોને ધમકી આપી છે. આસિમ મુનીરે ભારત સહિત ઈરાન અને અફઘાનિસ્તાનને પણ ધમકાવ્યા છે. ગત દિવસોમાં ઈરાને પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી દીધી હતી. ત્યારબાદ ઈરાન અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. અફઘાનિસ્તાનની સાથે પાકિસ્તાનનો વિવાદ તહરીક એ તાલિબાન પાકિસ્તાનની ત્યાંની સરકાર સાથે છે.
પાકિસ્તાનના બે નવા દુશ્મન બન્યા
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર ભારત વિરૂદ્ધ ગમે ત્યારે બોલે જ છો પરંતુ ઈરાન અને અફઘાનિસ્તાન સાથે તેમની નવી દુશ્મની શરૂ થઈ ગઈ છે અને આ પહેલી વખત બન્યું છે કે તેમણે ત્રણ દેશોને એક સાથે ધમકાવ્યા હોય. એવું સમજવામાં આવી રહ્યું છે કે, ભારત અને ઈરાન વચ્ચે સંબંધો ગાઢ બનતા પાકિસ્તાન સેના ભડકી ગઈ છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેમણે એવું નિવેદન આપી દીધું કે તેઓ એક સાથે ત્રણ દુશ્મનો સામે લડવાની ક્ષમતા રાખે છે.
વિદ્યાર્થીઓ વચ્ચે પાકિસ્તાન આર્મી ચીફનું નિવેદન
પાકિસ્તાન આર્મી ચીફે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા કહ્યું કે, જ્યારે વાત દેશની સુરક્ષાની આવે છે તો દરેક પાકિસ્તાની આપણા માટે અફઘાનિસ્તાનથી વધુ મહત્વ ધરાવે છે. એવી પરિસ્થિતિઓમાં અફઘાનિસ્તાન ભાડમાં જાય.
એક વિદ્યાર્થીના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન આપણા પર સતત હુમલા કરી રહ્યું છે પરંતુ તે ભૂલી ગયું છે કે, અમે 50 લાખ અફઘાનિસ્તાનીઓને ગત 50 વર્ષ સુધી ભોજન આપ્યું પરંતુ આપણા અમારા બાળકોની વાત આવશે અને તેઓ હુમલા કરશે તો અમે તેને મિટાવી દઈશું.
શું છે જમીની હકીકત?
ભારતીય સેનાની તાકાતથી પાકિસ્તાનની સેના સારી રીતે વાકેફ છે. ભારતીય સેનાની તાકાત અંગે વિચારીને જ પાકિસ્તાની સેના ધ્રૂજી ઉઠે છે. ત્યારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પાકિસ્તાન સેના પર હુમલો કરવા માટે તૈયાર બેઠી છે. ગત દિવસોમાં ઈરાન પણ પાકિસ્તાનની બોર્ડરમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી ચૂક્યું છે. આ પરિસ્થિતિમાં પાકિસ્તાનના આર્મી ચીફના આવા નિવેદનને ગંભીરતાથી નથી લેવાઈ રહ્યું.