Get The App

પાકિસ્તાને આતંકવાદીઓ પર કરી એરસ્ટ્રાઈક, 17ને ઠાર માર્યા, બે જુદાં-જુદાં ઓપરેશન હાથ ધર્યા

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાને આતંકવાદીઓ પર કરી એરસ્ટ્રાઈક, 17ને ઠાર માર્યા, બે જુદાં-જુદાં ઓપરેશન હાથ ધર્યા 1 - image


Pakistan Carried Out Airstrikes On Terrorists: પાકિસ્તાનની સેના આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહી છે. છેલ્લા થોડા દિવસોથી સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવ્યું છે. પાકિસ્તાને આતંકવાદીઓ પર એરસ્ટ્રાઈક કરી છે. તાજેતરના મામલે પાકિસ્તાની સુરક્ષા દળોએ શુક્રવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અલગ-અલગ ઓપરેશનમાં આતંકવાદીઓના ઠેકાણા પર હેલિકોપ્ટરથી હુનલો કર્યો હતો. આ દરમિયાન સેનાએ 17 આતંકવાદીઓને ઠાર કર્યા હોવાનો દાવો કર્યો છે.

આતંકવાદીઓના ઠેકાણા પર હેલિકોપ્ટરથી હુમલો 

સેનાના સૂત્રોએ જણાવ્યું કે, ગુપ્ત માહિતીના આધારે બન્નુ અને ઉત્તર વજીરિસ્તાન જિલ્લામાં આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ બન્નુ જિલ્લાના બાકા ખેલ વિસ્તારમાં હાફિઝ ગુલબહાદુર જૂથ સાથે જોડાયેલા આતંકવાદીઓના ઠેકાણા પર હેલિકોપ્ટરથી હુમલો કરીને 12 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. બીજું ઓપરેશનને ઉત્તર વજીરિસ્તાનના મીર અલીના હાસો ખેલ વિસ્તારમાં અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં પાંચ આતંકવાદીઓ ઠાર કર્યા છે. 

આ પણ વાંચો: પાકિસ્તાનમાં મોટો આત્મઘાતી હુમલો: 17 સૈનિકોના મોત, 6 આતંકવાદીઓ ઠાર

મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો

પાકિસ્તાની સેનાએ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. સેનાના સૂત્રોએ જણાવ્યું કે, આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ ઠાર કરેલા આતંકવાદીઓની તસવીરો પણ જાહેર કરી છે. સુરક્ષા દળોની મદદ માટે વધારાના જવાનો રવાના કરવામાં આવ્યા છે અને ઓપરેશન ચાલુ છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન છેલ્લા ઘણા અઠવાડિયાથી આતંકવાદીઓ વિરુદ્ધ ઓરપેશન ચલાવી રહ્યું છે.


Google NewsGoogle News