પાકિસ્તાન સિવાય પણ દુનિયામાં એવા પાંચ દેશ છે, જ્યાં એક પણ ભારતીય નાગરિક નથી રહેતો
Image Wikupedia |
Indians are Living in Every Country :વિશ્વમાં મોટાભાગના દેશોમાં તમને ભારતીય નાગરિકો જોવા મળી જશે, પરંતુ શું તમે જાણો છે કે પાકિસ્તાન સિવાય બીજા એવા દેશો છે જ્યા એક પણ ભારતીય રહેતો નથી. ભારતીય નાગરિક આજે અમેરિકા, યુરોપ સહિત એશિયાઈ દેશોમાં જોવા મળે છે. પરંતુ વિશ્વમાં 5 એવા કેટલાક દેશ છે જ્યા હજુ સુધી કોઈ ભારતીય વસ્યો નથી. આવો આજે વિશ્વના એવા ક્યા 5 દેશોમાં કોઈ ભારતીય વસવાટ નથી કરતો અને તેમજ ત્યા ન રહેવા પાછળ શું કારણ છે તે જાણીએ.
ભારતીય નાગરિક
વિશ્વના 195 દેશોમાંથી મોટાભાગના દેશોમાં ભારતીયો વસે છે. એજ રીતે કેટલાક દેશો એવા છે જ્યાં એક પણ ભારતીય નાગરિક રહેતો નથી. માહિતી મુજબ કુલ 5 દેશો એવા છે જ્યાં ભારતીયોની વસ્તી બિલકુલ શૂન્ય છે. જો કે, ત્યા કોઈ ભારતીય નાગરિક રહેતો હોય તો તે રાજદ્વારી તરીકે રહેતો હોય છે.
વેટિકન સિટી
વિશ્વનો સૌથી નાનો દેશ વેટિકન સિટી છે. વેટિકન સિટી 0.44 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો દેશ છે. અહીં રોમન કેથોલિક ધર્મના લોકો અહીં રહે છે. આ દેશની વસ્તી બહુ જ ઓછી છે, પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે અહીં કોઈ ભારતીય નાગરિક રહેતો નથી.
સાન મેરિનો
સાન મેરિનો એક પ્રજાસત્તાક દેશ છે. આ દેશની કુલ વસ્તી 3 લાખ 35 હજાર 620 છે. પરંતુ તમને જણાવી દઈએ કે ઓછી વસ્તી ધરાવતા દેશમાં એક પણ ભારતીય નથી રહેતો. અહીં તમને ભારતીયોના નામ પર જ પ્રવાસીઓ જોવા મળશે.
બુલ્ગારિયા
બુલ્ગારિયા દક્ષિણપૂર્વ યુરોપમાં આવેલો દેશ છે. વર્ષ 2019ની વસ્તી ગણતરી પ્રમાણે અહીંની કુલ વસ્તી 69,51,482 છે. અહીં રહેતા મોટાભાગના લોકો ખ્રિસ્તી ધર્મના છે. ભારતીય રાજદ્વારી અધિકારીઓ સિવાય આ દેશમાં કોઈ ભારતીય રહેતો નથી. જોકે કેટલાક ભારતીયો અહીં પ્રવાસ માટે જાય છે.
તુવાલુ (એલિસ ટાપુઓ)
તુવાલુને વિશ્વમાં એલિસ આઈસલેન્ડ કહેવામાં આવે છે. આ દેશ ઓસ્ટ્રેલિયાના ઉત્તર-પૂર્વમાં પ્રશાંત મહાસાગરમાં આવેલો છે. આ દેશમાં લગભગ 12 હજાર લોકો વસવાટ કરે છે. ટાપુ પર માત્ર 8 કિમીનો રસ્તો છે. 1978માં આઝાદ થયેલા આ દેશમાં હજુ સુધી કોઈ ભારતીય વસ્યો નથી.
પાકિસ્તાન
હવે જો પાકિસ્તાન વિશે વાત કરવામાં આવે તો તો તમે બધા જાણો જ છો. ભારતના પાડોશી દેશ પાકિસ્તાન વિશે કોણ અજાણ છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના સતત તણાવ અને આર્થિક અને રાજનૈતિક સ્થિતિને કારણે અહીં કોઈ ભારતીય સ્થાયી થતો નથી. ભારતીય નાગરિકો પાકિસ્તાનના નામથી જ હંમેશા અંતર રાખે છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાનમાં ભારતીયો માત્ર રાજદ્વારી અધિકારીઓ અને કેદીઓ છે.