USએ 3 ચાઈનીઝ કંપની પર બૅન મૂકી પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમનો ખેલ બગાડ્યો

બેલેસ્ટિક મિસાઈલના પ્રોજેક્ટ્સ માટે ઉપકરણો સપ્લાય કરતી ત્રણ ચાઈનીઝ કંપનીઓ પર જ અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ

અમેરિકાની એક તીરથી બે નિશાનવાળી રણનીતિ, ચીન અને પાકિસ્તાનને મોટો ઝટકો

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
USએ 3 ચાઈનીઝ કંપની પર બૅન મૂકી પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમનો ખેલ બગાડ્યો 1 - image

અમેરિકાએ (US Ban on Chinese Firms) ચીનની કંપનીઓ સામે મોટું પગલું ભર્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને બેલેસ્ટિક મિસાઈલના (ballistic-missile) પ્રોજેક્ટ્સ માટે ઉપકરણો સપ્લાય કરતી ત્રણ ચાઈનીઝ કંપનીઓ પર જ પ્રતિબંધ મૂકી દીધો છે.

એક તીરથી બે નિશાન 

અમેરિકી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રતિબંધ ગ્લોબલ અપ્રસાર વ્યવસ્થા હેઠળ લગાવાયા છે. એક નિવેદનમાં જણાવાયું કે ચીનની ત્રણ કંપનીઓ પર અમેરિકા દ્વારા પ્રતિબંધ મૂકાઈ રહ્યો છે. આ ત્રણેય કંપનીઓ બેલેસ્ટિક મિસાઈલ માટેના ઉપકરણો પાકિસ્તાન સપ્લાય કરે છે. 

પાકિસ્તાન-ચીનની જુગલબંધી 

ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં સમયથી પાકિસ્તાન અને ચીન વચ્ચે પાક્કી ભાઈબંધી જોવા મળે છે. પાકિસ્તાનના સૈન્યને મજબૂત કરવા માટે હથિયારો અને ડિફેન્સ સિસ્ટમની મુખ્ય સપ્લાય ચીનથી જ થાય છે. જોકે આ નિર્ણયથી હવે બંનેને નિશાન બનાવાયા હોય તેવું દેખાય છે. 

આ ત્રણ ચાઈનીઝ કંપનીઓ પર લાગ્યો બૅન 

આ ત્રણ કંપનીઓમાં જનરલ ટેક્નોલોજી લિમિટેડ, બેજિંગ લુઓ લુઓ ટેક્નોલોજી ડેવલપમેન્ટ કંપની લિમિટેડ અને ચાંગઝો યુટેક કંપોઝિટ કંપની લિમિટેડનો સમાવેશ થાય છે. પાકિસ્તાન દ્વારા અબાબીલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરાયાના થોડાક દિવસો બાદ આ પ્રતિબંધની જાહેરાત કરાઈ છે. 

USએ 3 ચાઈનીઝ કંપની પર બૅન મૂકી પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમનો ખેલ બગાડ્યો 2 - image


Google NewsGoogle News